ઇમેજિન માર્કેટિંગ લિમિટેડે સેબીમાં અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (યુડીઆરએચપી 1) ફાઇલ કર્યું
અમદાવાદ, 30ઓક્ટોબરઃ ભારતમાં બ્રાન્ડેડ પર્સનલ ઓડિયો કેટેગરીમાં સૌથી મોટી બ્રાન્ડ ગણાતી અને નાણાંકીય વર્ષ 2025માં વોલ્યુમની દ્રષ્ટિએ 34 ટકા અને વેલ્યુની દ્રષ્ટિએ 26 ટકા બજાર હિસ્સો ધરાવતી બોટ બ્રાન્ડ હેઠળ મુખ્યત્વે કામ કરતી ઇમેજિન માર્કેટિંગ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (યુડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
સૂચિત આઈપીઓમાં રૂ. 1,500 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના કુલ ઇશ્યૂનો સમાવેશ થાય છે જેમાં રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,000 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર સમાવિષ્ટ છે. વેચાણ માટેની ઓફરમાં સમીર અશોક મહેતા દ્વારા રૂ. 75 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સ, અમન ગુપ્તા દ્વારા રૂ. 225 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સ, સાઉથ લેક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ) તથા ફાયરસાઇડ વેન્ચર્સ ઇન્વેસ્ટમેન્ટ ફંડ-1 (ફાયરસાઇડ વેન્ચર્સ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્કીમ) દ્વારા રૂ. 150 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સ તથા ક્વાલકોમ વેન્ચર્સ એલએલસી દ્વારા રૂ. 50 કરોડના મૂલ્ય સુધીના ઇક્વિટી શેર્સ (ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સ)ના વેચાણનો સમાવેશ થાય છે.
કંપની આ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવક પૈકી રૂ. 225 કરોડ અમારી કંપનીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો પૂરી કરવા, રૂ. 150 કરોડની રકમ પ્રોડક્ટ્સ તથા બ્રાન્ડ્સની જાગૃતતા તથા વિઝિબિલિટી વધારવા માટે બ્રાન્ડ અને માર્કેટિંગ ખર્ચ માટે વાપરવા અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ પાછળ ખર્ચ કરવાની યોજના ધરાવે છે.
કંપની બોટ બ્રાન્ડ હેઠળ મુખ્યત્વે કામ કરે છે જે 2015માં લોન્ચ કરવામાં આવી હતી. કંપની ઓડિયો, વેરેબલ્સ અને ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોડક્ટ્સ ઓફર કરવા પર ધ્યાન આપે છે જે ભારતના યુવા, ડિજિટલી જાણકાર અને ટેક્નોલોજી તથા ટ્રેન્ડ સભાન ગ્રાહકોની વધી રહેલી વસ્તીને લક્ષ્યમાં રાખે છે. બોટે નાણાંકીય વર્ષ 2020થી નાણાંકીય વર્ષ 2025 દરમિયાન દર વર્ષે વોલ્યુમની બાબતે ભારતની અગ્રણી બ્રાન્ડેડ પર્સનલ ઓડિયો કંપની તરીકે તેની સ્થિતિ જાળવી રાખી છે એમ રેડસીઅરના રિપોર્ટમાં જણાવ્યું હતું. બ્રાન્ડ નાણાંકીય વર્ષ 2025માં આવકની બાબતે ભારતની ત્રીજી સૌથી મોટી ડિજિટલ ફર્સ્ટ બ્રાન્ડ રહી હતી અને આ જ સમયગાળા માટે બ્રાન્ડેડ પર્સનલ ઓડિયોમાં વોલ્યુમની બાબતે વિશ્વમાં ચોથા ક્રમે રહી હતી.
બોટ એ ભારતની સૌથી મોટી ડિજિટલ-ફર્સ્ટ કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપનીઓમાંની એક છે જેનો મૂડી-કાર્યક્ષમ વિકાસનો ઇતિહાસ, ઝડપથી વિકસતી ઓડિયો કેટેગરીમાં સતત નંબર વન લીડરશીપ પોઝિશન અને નજીકના સેગમેન્ટમાં મજબૂત હાજરી ધરાવે છે. બ્રાન્ડ નોંધપાત્ર ઇક્વિટી, સ્પષ્ટ બજાર સ્થિતિ અને આકર્ષક મૂલ્ય પ્રસ્તાવ ધરાવે છે, જે ઇન-હાઉસ આરએન્ડડી અને નોંધપાત્ર સહયોગ દ્વારા સંચાલિત મજબૂત ઇનોવેશન એન્જિન દ્વારા સમર્થિત છે. તેની પ્રોડક્ટ્સનું ભારતમાં એક ચપળ સપ્લાય ચેઇન દ્વારા ડિઝાઇન કરવામાં અને ઉત્પાદન કરવામાં આવે છે, જે અગ્રણી ઓનલાઇન પ્લેટફોર્મમાં ફેલાયેલા વૈવિધ્યસભર ચેનલ મિક્સ અને વ્યાપક ઓફલાઇન ફૂટપ્રિન્ટ્સ દ્વારા સમર્થિત છે, જે એક પ્રોફેશનલ, સ્થાપકના નેતૃત્વવાળી મેનેજમેન્ટ ટીમના માર્ગદર્શન હેઠળ ગહન ઉદ્યોગ કુશળતા ધરાવે છે.
નાણાંકીય વર્ષ 2025 દરમિયાન, બોટે ભારતમાં 34 મિલિયનથી વધુ યુનિટનું વેચાણ કર્યું હતું, જે દેશના ઝડપથી વિકસતા ગ્રાહક ટેક ઇકોસિસ્ટમમાં તેનું નેતૃત્વ દર્શાવે છે. જ્યારે કંપનીએ ઓડિયો કેટેગરીમાં તેની સફર શરૂ કરી હતી, ત્યારે તેણે સ્માર્ટવોચ અને સ્માર્ટ રિંગ્સ જેવા વેરેબલ્સ અને કેબલ, ચાર્જર અને પાવર બેંક સહિતના ચાર્જિંગ સોલ્યુશન્સમાં ડાયવર્સિફિકેશન કર્યું છે. 30 જૂન, 2025 સુધીમાં બોટે વિવિધ કિંમતે 250થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળી, લાઇફસ્ટાઇલ-લક્ષી અને ટેકનોલોજી-કેન્દ્રિત પ્રોડક્ટ્સ ઓફર કરી હતી.
નાણાંકીય વર્ષ 2025 માટે બોટે કામગીરી (પ્રોડક્ટ્સના વેચાણ) માંથી કુલ રૂ. 3,070.38 કરોડની આવક નોંધાવી હતી. પ્રોડક્ટ કેટેગરી દ્વારા, ઓડિયો સેગમેન્ટ મુખ્ય આવક ચાલકબળ રહ્યું હતું, જેણે રૂ. 2,586.040 કરોડ અથવા કામગીરીમાંથી કુલ આવકમાં 84.23 ટકાનો ફાળો આપ્યો હતો. વેરેબલ સેગમેન્ટનો હિસ્સો રૂ. 330.414 કરોડ હતો, જે કુલ આવકના 10.76 ટકા હતો, જ્યારે અન્ય પ્રોડક્ટ્સનો ફાળો રૂ. 153.933 કરોડ હતો, જે 5.01 ટકા હિસ્સો ધરાવતો હતો. આ આંકડા ઓડિયો કેટેગરીમાં બોટની સતત લીડરશિપને દર્શાવે છે, જેને વેરેબલ્સમાં વધતા ટ્રેક્શન અને ચેનલોમાં વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. નાણાંકીય વર્ષ 2025 માટે, બોટે રૂ. 61.08 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે પાછલા વર્ષમાં નોંધાયેલા નુકસાનમાંથી નફા તરફી પ્રગતિ દર્શાવે છે. કંપનીએ રૂ. 142.519 કરોડની એબિટા હાંસલ કરી હતી જેમાં એબિટા માર્જિન 4.64 ટકા રહ્યું છે. આ આંકડા નફાકારકતા અને કાર્યકારી કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે.
ડિજિટલ-ફર્સ્ટ બ્રાન્ડ બોટે ઇ-કોમર્સ માર્કેટપ્લેસ, તેની ડીટુસી વેબસાઇટ અને ઝડપથી વિકસતી ઓફલાઇન હાજરીને આવરી લેતું વૈવિધ્યસભર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બનાવ્યું છે. 30 જૂન, 2025 સુધીમાં, તે 112 ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા 25 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12,000 થી વધુ ઓફલાઇન રિટેલર્સ સુધી પહોંચી હતી અને 30 જૂન, 2025 સુધીમાં ક્રોમા અને વિજય સેલ્સ સહિત તમામ અગ્રણી ઓમ્નિચેનલ રિટેલર્સમાં હાજરી ધરાવે છે. નાણાંકીય વર્ષ 2025 માટે, ઓનલાઇન ચેનલોનો હિસ્સો રૂ. 2,166.072 કરોડ હતો, જે કુલ વેચાણમાં 70.55 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ઓફલાઇન વેચાણ રૂ. 904.315 કરોડ હતું, જે 29.45 ટકા હિસ્સો ધરાવે છે. બોટની ઓમ્નિચેનલ વ્યૂહરચનાની સતત મજબૂતાઈ ડિજિટલ અને ફિઝિકલ રિટેલ પ્લેટફોર્મ બંનેમાં તેના સંતુલિત વિકાસ પર ભાર મૂકે છે, જે મજબૂત ગ્રાહક માંગ અને સમગ્ર ભારતમાં અસરકારક વિતરણ પહોંચ દ્વારા સમર્થિત છે.
કંપની સમગ્ર ભારતમાં 115થી વધુ થર્ડ પાર્ટી સર્વિસ સેન્ટર્સ પણ ચલાવે છે અને મધ્ય પૂર્વ, નેપાળ અને અન્ય દક્ષિણ એશિયાઈ બજારો સુધી તેની પહોંચ વિસ્તારી છે. નાણાંકીય વર્ષ 2025 માટે બોટે તેની મોટાભાગની આવક ભારતમાં કામગીરીમાંથી મેળવી હતી, જે રૂ. 3,058.77 કરોડ અથવા કુલ વેચાણના 99.62 ટકા જેટલી હતી.
નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 75 મિલિયનથી વધુ યુનિટનું સ્થાનિક ઉત્પાદન થયું હતું અને ભારતમાં બનેલા કુલ યુનિટના 75.83 ટકા (નાણાંકીય વર્ષ 2023માં 39.65 ટકાથી વધુ) સાથે બોટ તેની સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા અને ચપળતાને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. તેના સ્થાપકો, સમીર મહેતા અને અમન ગુપ્તા, સીઈઓ ગૌરવ નૈયર, એક પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ અને વોરબર્ગ પિંકસ, ક્વાલકોમ વેન્ચર્સ અને ફાયરસાઇડ વેન્ચર્સ સહિતના અગ્રણી રોકાણકારો કંપનીની સફળતાને આગળ ધપાવે છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બેન્કર છે.
