વડોદરા, 4 ઓગસ્ટ: વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ.એ નાણાકીય વર્ષ 24 ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન 2023) માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર  કંપનીએ FY’24ના પ્રથમ ક્વાર્ટરમાં રૂપિયા 378.7 MNની સ્ટેન્ડઅલોન આવક નોંધાવી હતી. કર બાદ નફો (PAT) રૂ. 17.3 MN થયો હતો. કંપનીએ હાઇ અને લો-સ્પીડ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરના 3522 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. કંપનીના સીએમડી યતિન ગુપ્તેએ જણાવ્યું કે, તાજેતરના સમયમાં EV ઇન્ડસ્ટ્રીમાં જાગૃતિ અને એડેપ્ટેબિલિટીના કારણે ઉછાળો આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને પહોંચી વળવા માટે અમે અમારા ડિસ્ટ્રીબ્યુટર મોડલને રિસ્ટ્રક્ચર કર્યું છે જેથી દેશભરમાં અમારા ગ્રાહકો સુધી વધુ સારી રીતે પહોંચીને સર્વિસ આપી શકાય, અમારા નેટવર્કને વિસ્તૃત કરી શકાય અને નવા બજારો શોધી શકાય. ઇનોવેશન અને ગ્રીન ફ્યુચર માટે અમે થ્રી-વ્હીલર સેગમેન્ટમાં પણ પ્રવેશ કર્યો છે અને EVsની વધતી માંગને પૂરી કરવામાં અડગ રહ્યા છીએ.