ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા હોદ્દેદારો
પ્રમુખ | ધ્રુવ પટેલ |
સેક્રેટરી | નિયલ પટેલ |
ચેરમેન | ચિત્રક શાહ |
અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ક્રેડાઇ અમદાવાદ ગાહેડના નવા પ્રમુખ, સેક્રેટરી, ચેરમેન સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ અંગે યોજાયેલા એક સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્ય સરકારે રાજ્યમાં ધંધા રોજગાર માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું. રોડ રસ્તા, વીજળી, પાણી જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડી છે. વાઈબ્રન્ટ ગુજરાતને આજે 20 વર્ષ પૂર્ણ થયા. વાઈબ્રન્ટ સમિટથી રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું થયું અને દેશ વિદેશના ઉદ્યોગકારો અહીં આવ્યા. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, G20 સમિટની સફળતાએ વૈશ્વિક લેવલે દેશનું ગૌરવ વધાર્યું. નવનિયુક્ત પ્રમુખ ધ્રુવ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શેખર પટેલ, આશિષ પટેલ, આલાપ પટેલ, વિરલ શાહ અને અગ્રગણ્ય બિલ્ડરો તથા રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.