અર્ધવાર્ષિક નફો 568.86 ટકા વધ્યોત્રિમાસિક ધોરણે નફો 61.9% વધ્યો
6માસમાં લોન ફાળવણી 70%વધી 1800કરોડએયુએમ વાર્ષિક ધોરણે 56 ટકા વધી
વિગતQ2FY24Q2FY23% વૃદ્ધિ
કુલ આવક77.0347.8161.09
ચોખ્ખો નફો18.918.32127.21
વિગતH1FY24H1FY23% વૃદ્ધિ
કુલ આવક143.4075.9288.88
નેટ પ્રોફિટ39.175.85568.86
(આંકડા રૂ. કરોડમાં)

મુંબઈ, 27 નવેમ્બર: ઈન્ડેલ કોર્પોરેશન હેઠળની ફ્લેગશિપ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC) ઈન્ડેલ મનીએ નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન નફામાં 127.21%ની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. જ્યયારે આવકો ગતવર્ષના સમાન ગાળાની તુલનાએ 61.09 ટકા વધી રૂ. 77.03 કરોડ નોંધાઈ છે. નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીએ મજબૂત AUM વૃદ્ધિ, ગોલ્ડ લોનની માંગમાં વધારો, નવા પ્રદેશોમાં વિસ્તરણ અને પડકારજનક માહોલ વચ્ચે ઓપરેશનલ કાર્યક્ષમતા દ્વારા તેની નફાકારકતામાં રેકોર્ડ 568.86%નો વધારો નોંધાવી ઉત્તમ કામગીરી દર્શાવી હતી.

પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન નફો વધીને રૂ.39.17 કરોડ થયો હતો, જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 5.86 કરોડ હતો.

કાર્યકારી રીતે, વાર્ષિક લોન ફાળવણીમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર 70% વૃદ્ધિ જોવા મળી છે, જે રૂ. 1800 કરોડે પહોંચી છે. Q2 માટે કોન્સોલિડેટેડ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) રૂ. 1363 કરોડ રહી છે, જે FY23ના સપ્ટેમ્બર ક્વાર્ટરની તુલનામાં અને ત્રિમાસિક ધોરણે નોંધપાત્ર વધારો દર્શાવે છે.

ઇન્ડેલ મનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ ઉમેશ મોહનને જણાવ્યું કે મજબૂત વિતરણ અને ગોલ્ડ લોન પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી અમને આ નોંધપાત્ર બિઝનેસ વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ મળી છે. અમે તાજેતરમાં RBI તરફથી ફોરેક્સ બિઝનેસ લાઇસન્સ મેળવ્યું છે, જે  અમારા એકંદરે બિઝનેસમાં નોંધપાત્ર યોગદાન આપશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)