અમદાવાદ, 13 જુલાઇઃ વિદેશી હુંડિયામણ ખર્ચ આડકતરી રીતે નિયંત્રણ લાદવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્ર સરકારે સોનાની આયાત નીતિમાં સુધારો કર્યો છે અને અમુક જ્વેલરી અને વસ્તુઓ પર નિયંત્રણો લાદ્યા છે. બીજી બાજુ અમેરિકી ફેડ રિઝર્વે મોનેટરી પોલિસીનુ આકરૂ વલણ દૂર કરવાની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવ વધ્યા છે.

બુધવારે એક નોટિફિકેશન દ્વારા, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)એ અનસ્ટડ્ડ જ્વેલરી અને સોનામાંથી બનેલા અન્ય આર્ટિકલ્સની આયાત નીતિમાં સુધારો કર્યો છે જે અગાઉના “ફ્રી”માંથી “પ્રતિબંધિત” શ્રેણીમાં મૂકવામાં આવી છે. કોમોડિટીને “પ્રતિબંધિત” શ્રેણીમાં મૂકવાનો અર્થ એ છે કે આયાત કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી યોગ્ય લાયસન્સની જરૂર પડશે. જો કે, ડીજીએફટી નોટિફિકેશન અનુસાર, ભારત-યુએઈ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) ટેરિફ રેટ ક્વોટા હેઠળ અનસ્ટડ્ડ સોનાની આયાત અનિયંત્રિત રહેશે. જો કે, HS કોડ 71131911 હેઠળ આયાતને માન્ય ભારત-UAE CEPA TRQ હેઠળ કોઈપણ આયાત લાયસન્સ વિના મુક્તપણે પરવાનગી આપવામાં આવશે. આ સંકેતોના પગલે આગામી સમયમાં સ્થાનિક સ્તરે સોનાના ભાવ વધવાની વકી કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.