નવી દિલ્હી, 13 જુલાઇ: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ નવું, સ્પોર્ટી, એડવાન્સ્ડ અને અનુકૂળ Dio 125 લોન્ચ કર્યું છે. તેના તમામ નવા 125cc અવતારમાં, હોન્ડા Dio 125ને યુવા ભારતીય ગ્રાહકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં અને વિકસાવવામાં આવી છે. શક્તિશાળી એન્જિન ઉપરાંત, Dio 125 વૈશ્વિક સ્તરે વખાણાયેલી હોન્ડા Smart Key* સહિત ઉન્નત સ્પોર્ટી ડિઝાઇન અને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઇઓ, સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, 2002માં હોન્ડા ડિયોના લોન્ચિંગ સાથે, HMSI એ ભારતમાં મોટો-સ્કૂટરનો કન્સેપ્ટ રજૂ કર્યો હતો.

સ્પોર્ટી ડિઝાઇન: Dio 125 એજી હેડલેમ્પ અને સ્લીક પોઝિશન લેમ્પ સાથે સ્પોર્ટી ફ્રન્ટ ડિઝાઇન ધરાવે છે.

અદ્યતન ટેકનોલોજી: એચ-સ્માર્ટ ટેક્નોલોજી સાથે સ્માર્ટ કી જે નીચેની સુવિધાઓ સાથે આવે છે:

1. સ્માર્ટ ફાઇન્ડ: આન્સર બેક સિસ્ટમ કે જે વાહનને સરળતાથી શોધવામાં મદદ કરે છે.

2. સ્માર્ટ અનલોક: તેનાથી ફિઝિકલ કીનો ઉપયોગ કર્યા વિના વાહનને લોક અને અનલોક કરી શકાય છે.

3. સ્માર્ટ સ્ટાર્ટ: જો સ્માર્ટ કી વાહનની 2 મીટરની રેન્જમાં હોય, તો રાઈડર સીટ, ફ્યુઅલ કેપ અને હેન્ડલને અનલોક કરી શકે છે અથવા Loc મોડ (5-in-1 ફંક્શન સ્વિચ) પર નોબને ફેરવીને સરળતાથી વાહન શરૂ કરી શકે છે અને તે પણ ચાવી બહાર કાઢ્યા વિના.

4. સ્માર્ટ સેફ: Dio 125 મેપ્ડ સ્માર્ટ ઇસીયુથી સજ્જ છે જે ઇસીયુ અને સ્માર્ટ કી વચ્ચે ઇલેક્ટ્રોનિકલી મેચિંગ (આઇડી) દ્વારા સિક્યોરિટી ડિવાઈસ તરીકે કામ કરે છે, જેથી વાહનની ચોરી અટકાવી શકાય છે. OBD2 સુસંગત Dio 125 હોન્ડાના વિશ્વસનીય 125cc PGM-FI એન્જિનથી સજ્જ છે, જે હોન્ડા એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર (eSP) દ્વારા બુસ્ટ કરવામાં આવ્યું છે.

નવી કિંમતની દરખાસ્ત: HMSI એ તમામ નવા Dio 125 પર ખાસ 10-વર્ષનું વોરંટી પેકેજ (3 વર્ષ સ્ટાન્ડર્ડ + 7 વર્ષ વૈકલ્પિક વિસ્તૃત વોરંટી) ઓફર કરી રહ્યું છે.

વેરિઅન્ટ્સસ્ટાન્ડર્ડસ્માર્ટ
કિંમત (એક્સ-શોરૂમ દિલ્હી)રૂ. 83,400રૂ. 91,300
કલરના વિકલ્પોપર્લ સાઈરન બ્લ્યૂ, પર્લ ડીપ ગ્રાઉન્ડ ગ્રે, પર્લ નાઈટસ્ટાર બ્લેક, મેટ માર્વલ બ્લ્યૂ મેટાલિક, મેટ એક્સિસ ગ્રે મેટાલિક, મેટ સેન્ગ્રિયા રેડ મેટાલિક અને સ્પોર્ટ્સ રેડ