India Shelter Finance IPO આજે ખૂલ્યો, જાણો રોકાણ સંબંધિત જાણવા જેવી વિગતો
સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ
Category | Subscription (times) |
QIB | 0.01 |
NII | 1.95 |
Retail | 1.45 |
Total | 1.16 |
અમદાવાદ, 13 ડિસેમ્બરઃ ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ આજે ખૂલ્યો છે. કંપની રૂ. 469થી 493ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1200 કરોડ એકત્ર કરવા માગે છે. ફ્રેશ ઈશ્યૂ મારફત કંપની રૂ. 800 કરોડ, જ્યારે ઓફર ફોર સેલ હેઠળ રૂ. 400 કરોડ એકઠા કરવાની યોજના ધરાવે છે. માર્કેટ લોટ 30 શેર્સ છે. આઈપીઓ શેર એલોટમેન્ટ 18 ડિસેમ્બર અને લિસ્ટિંગ 20 ડિસેમ્બરે કરાવવાની શક્યતા છે.
ગ્રે માર્કેટમાં ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સના આઈપીઓ માટે રૂ. 135 પ્રીમિયમ છે. જે તેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 493 સામે 27 ટકા પ્રીમિયમ દર્શાવે છે. 15 રાજ્યોમાં મધ્યમ અને નિમ્ન સ્તરના લોકો માટે અફોર્ડેબલ હાઉસિંગ ફાઈનાન્સ સેવા પ્રદાન કરે છે.
કંપની વિશેઃ ગુરૂગ્રામ સ્થિત ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન લિ. અગાઉ સત્યપ્રકાશ હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડિયા તરીકે જાણીતી છે. જે ઘરના બાંધકામ, એક્સ્ટેન્શન, રિનોવેશન, અને નવા ઘર અને પ્લોટની ખરીદી માટે લોન પ્રદાન કરે છે. 20 વર્ષની મુદ્દત માટે રૂ. 5 લાખથી 50 લાખ સુધીની લોન પૂરી પાડે છે. 30 નવેમ્બર, 2023 સુધીમાં કંપનીએ 5500 કરોડની લોન ફાળવણી કરી ચૂકી છે. કંપની 15 રાજ્યોમાં 203 બ્રાન્ચ ધરાવે છે. આઈપીઓ દ્વારા એકત્રિત ફંડનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા અને ધિરાણની ભાવિ જરૂરિયાતો પૂરી કરવા કરશે.
ફંડામેન્ટલ્સઃ
વિગત (રૂ. કરોડમાં) | 2022-23 | 2021-22 | 2020-21 |
Revenue | 606.23 | 459.81 | 322.80 |
Profit After Tax | 155.34 | 128.45 | 87.39 |
Net Worth | 1,240.53 | 1,076.13 | 937.27 |
Total Borrowing | 2,973.43 | 2,059.40 | 1,480.72 |
બ્રોકરેજ ટીપ્સઃ કેપિટલ માર્કેટ, સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ, રિલાયન્સ સિક્યુરિટીઝે આઈપીઓ ભરવા સલાહ આપી છે. જિયોજીત કોર્પોરેશને પણ રિટેલ ફોકસ્ડ અફોર્ડેબલ હાઉસિંગ ફાઈનાન્સ સર્વિસ પ્રોવાઈડરનો આઈપીઓ સબસ્ક્રાઈબ કરવા કહ્યું છે.