ઇન્ડિયાબુલ્સ કોમર્શિયલ ક્રેડિટનો NCD ટ્રેન્ચ I ઇસ્યુ ખુલ્યો
Rs 1,000 પ્રત્યેકની ફેસવેલ્યૂ અને ઇસ્યુ કિંમતનો સુરક્ષિત રીડમ કરી શકાય તેવા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD)નો પબ્લિક ઇસ્યુ
ટ્રેન્ચ I ઇસ્યુમાં Rs 100 કરોડ સુધીના ઓવરસબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવાના વિકલ્પ સાથે Rs 100 કરોડનો બેઝ ઇસ્યુ સામેલ છે જે કુલ મળીને Rs 200 કરોડ થાય છે; જે Rs 1,000 કરોડની શેલ્ફ મર્યાદામાં છે
પ્રસ્તાવિત NCDને CRISIL AA/સ્થિર અને ICRA]AA (સ્થિર) રેટિંગ આપવામાં આવ્યું છે
પરિપકવતા મુદતના વિકલ્પો: 24 મહિના, 36 મહિના અને 60 મહિના જેમાં માસિક, વાર્ષિક અને સંચિત કૂપન ચુકવણી
ટ્રેન્ચ I ઇસ્યુ ગુરુવાર, 05 જાન્યુઆરી 2023ના રોજ ખુલ્યો અને શુક્રવાર, 27 જાન્યુઆરી 2023ના રોજ બંધ થાય છે
BSE અને NSE પર NCDનું લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ, BSE લિમિટેડ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
અમદાવાદ : ઇન્ડિયાબુલ્સ કોમર્શિયલ ક્રેડિટ લિમિટેડે પ્રત્યેકની રૂ. 1000 કિંમત (NCD) વાળા સુરક્ષિત, રીડમ કરી શકાય તેવા, નોન-કન્વર્ટિબલ ડેબન્ચરના પબ્લિક ઇસ્યુની જાહેરાત કરી છે. ટ્રેન્ચ I ઇસ્યુ, 05 જાન્યુઆરી 2023ના રોજ ખુલ્યો છે અને 27 જાન્યુઆરી 2023ના રોજ બંધ થશે.
આ ટ્રેન્ચ I ઇસ્યુ Rs 100 કરોડનું બેઝ ઇસ્યુ કદ ધરાવે છે જેમાં Rs 100 કરોડ સુધીના ઓવરસબ્સ્ક્રિપ્શનને જાળવવાનો વિકલ્પ છે, કુલ મળીને Rs 200 કરોડ (ટ્રેન્ચ I ઇસ્યુ) સુધી થાય છે જે Rs 1,000 કરોડની શેલ્ફ મર્યાદામાં છે. ટ્રેન્ચ I ઇસ્યુ 9.05% પ્રતિ વર્ષથી લઇને 10.30% પ્રતિ વર્ષ સુધીના કૂપન દરો સાથે વિવિધ સિરિઝના NCDનું સબ્સ્ક્રિપ્શન કરવાની ઓફર આપે છે. NCDને CRISIL રેટિંગ્સ લિમિટેડ દ્વારા “CRISIL AA/સ્થિર” અને ICRA લિમિટેડ દ્વારા “[ICRA]AA (સ્થિર)” રેટિંગ આપવામાં આવ્યું છે.
ટ્રેન્ચ I ઇસ્યુના ખર્ચને પહોંચી વળ્યા પછી, ટ્રેન્ચ I ઇસ્યુમાંથી થનારી ચોખ્ખી આવકના, ઓછામાં ઓછા 75%નો ઉપયોગ આગળના ધિરાણ, ફાઇનાન્સિંગ અને કંપનીના હાલના દેવાના વ્યાજ અને મુદ્દલની ચુકવણી માટે કરવામાં આવશે અને 25% સુધીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચવામાં આવશે.
30 સપ્ટેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે, ICCLએ Rs 937.11 કરોડની કુલ આવક પર Rs 236.90 કરોડનો PAT નોંધાવ્યો હતો જ્યાઅગાઉના નાણાકીય વર્ષોના સમાન સમયગાળામાં PAT અનુક્રમે, Rs 859.60 કરોડ અને Rs 268.53 કરોડ નોંધાયો હતો.