મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ થારની સંપૂર્ણપણે નવી રેન્જ પ્રસ્તુત કરી. સંપૂર્ણપણે નવી રેન્જમાં બે એન્જિન વિકલ્પમાં રિઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ અને ફોર વ્હીલ ડ્રાઇવ (4WD) વેરિઅન્ટમાં સંવર્ધિત ક્ષમતા ધરાવતા વેરિઅન્ટ સામેલ છે. RWD રેન્જનું ડિઝલ વેરિઅન્ટ સંપૂર્ણપણે નવા D117 CRDe એન્જિનથી ચાલશે, જે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 117 BHP અને 300 Nm ટોર્ક (87.2 kW@3500 rpm) પેદા કરશે. RWD રેન્જનું ગેસોલિન વેરિઅન્ટ એમસ્ટોલિયન 150 TGDi એન્જિન ધરાવે છે, જે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 150 BHP અને 320 Nm ટોર્ક (112 kW@5000 rpm) પેદા કરશે.થારની નવી રેન્જની કિંમત ₹9.99 લાખથી શરૂ થાય છે.