અમદાવાદ, 18 નવેમ્બરઃ ભારતીય મૂડી બજારોએ વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે અને છેલ્લા પાંચ વર્ષમાં વિક્રમજનક ફંડ એકત્રિત કર્યું છે. ઇક્વિરસ કેપિટલ દ્વારા મેળવાયેલા નવા ડેટા મુજબ કંપનીઓએ વર્ષ 2020થી 2025 દરમિયાન આઈપીઓ થકી રૂ. 5,394 અબજ એકત્રિત કર્યા છે જે અગાઉના સમગ્ર બે દાયકા (2000-2020) દરમિયાન એકત્રિત કરાયેલા રૂ. 4,558 અબજ કરતા વધુ છે.

આ વિક્રમી વધારાને નોંધનીય બનાવતી બાબત એ છે કે આ ફંડ વર્ષ 2000થી 2020 દરમિયાન 658 ઇશ્યૂની સરખામણીએ 2020-2025ના સમયગાળા દરમિયાન માત્ર 336 આઈપીઓ થકી એકત્રિત કરવામાં આવ્યું છે.

ભારતની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ પાવરહાઉસ પૈકીની એક ઇક્વિરસ કેપિટલના ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગના હેડ અને મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ શાહે જણાવ્યું હતું કે “આ નોંધપાત્ર પ્રમાણમાં મૂડી એકત્રિત કરવા પાછળના કારણો પૈકીનું એક કારણ એ છે કે છેલ્લા સતત પાંચ વર્ષોમાં સરેરાશ આઈપીઓ સાઇઝ રૂ. 1,605 કરોડની રહી છે જે 2000-2020 દરમિયાન રૂ. 692 કરોડ હતી.”

Average Offer for Sale as % of Total Fund Raised

Source: Equirus Capital

પ્રાઇવેટ ઇક્વિટી એક્ઝિટ ટ્રેન્ડ્સ આ ગતિને વધુ મજબૂત બનાવે છે. 2025ના પ્રથમ 10 મહિનામાં પીઈ એક્ઝિટમાં સેકન્ડરી વેચાણનો હિસ્સો 2024માં 7 ટકાથી બમણાથી વધુ વધીને 16 ટકા થયો હતો. બ્લોક ડીલ્સ પ્રભુત્વશાળી એક્ઝિટ પદ્ધતિ રહી છે છતાં તેમનો ફાળો 2024માં 67 ટકાથી ઘટીને જાન્યુઆરી-ઓક્ટોબર 2025માં 56 ટકા થયો છે.

આ ડીલ વોલ્યુમ ભવિષ્યમાં વધવાનું છે કારણ કે 165 મિલિયન ડોલરના મૂલ્યના પીઈ રોકાણો મેચ્યોર થઈ રહ્યા છે અને આગામી વર્ષોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ તબક્કામાં પહોંચશે, એમ શાહે ઉમેર્યું હતું.

ત્રણ મોટી IPO થીમ્સ જે 2026ને આકાર આપશે

ઇક્વિરસના મતે ત્રણ સ્ટ્રક્ચરલ ટ્રેન્ડ્સ 2026માં ભારતના આઈપીઓ માર્કેટ્સની વ્યાખ્યા કરશેઃ

  1. નવા જમાનાના અને ડિજિટલ ઇકોનોમી આઈપીઓ માટે રોકાણકારોની મજબૂત ભૂખ
  2. મોટી સાઇઝના આઈપીઓ નવા બેન્ચમાર્ક સ્થાપશે અને બજારની તરલતા વધારશે
  3. ટિયર-2 અને ટિયર-3 શહેરોના વધતા ઇશ્યૂઅન્સ દ્વારા સમર્થિત મૂડી બજારો સુલભ બનશે

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)