મુંબઇ, 19 માર્ચઃ ભારતીય અર્થતંત્ર FY26 માં 6.5 ટકા અને પછીના વર્ષે 6.3 ટકા વૃદ્ધિ જાળવી રાખશે, એમ વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે જણાવ્યું છે. રેટિંગ એજન્સીએ ભારતના FY26 ના અનુમાનને 6.5 ટકા પર યથાવત રાખ્યું છે જ્યારે FY27 માટે 6.3 ટકાનો ઉચ્ચ વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે, જે તેના ડિસેમ્બર અપડેટમાં 6.2 ટકા હતો.

ફિચની આગાહી OECD પર સુધારો છે, જે FY26 માં 6.4 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે પરંતુ ભારતીય રિઝર્વ બેંકના 6.7 ટકાના અંદાજ કરતા ઓછી છે. ડિસેમ્બરના અપડેટમાં, રેટિંગ એજન્સીએ FY26 માટે 6.25 ટકા અને FY27 ના અંત માટે 6 ટકાનો અંદાજ આપ્યો હતો. RBI એ ફેબ્રુઆરીની શરૂઆતમાં રેપો રેટમાં 25bp ઘટાડા સાથે 6.25 ટકા સાથે પોલિસી ઢીલી કરવાનું શરૂ કર્યું. અમને આ (કેલેન્ડર) વર્ષે પોલિસી રેટમાં વધુ બે ઘટાડાની અપેક્ષા છે, જેથી ડિસેમ્બર 2025 સુધીમાં પોલિસી રેટ 5.75 ટકા રહેશે (છેલ્લા GEO માં 6.25 ટકાથી ઘટાડીને) તેવું ફિચે જણાવ્યું હતું.

2025માં યુરોપ, કેનેડા, મેક્સિકો અને અન્ય દેશો પર 15 ટકા અને ચીન પર 35 ટકા ઇફેક્ટિવ ટેરિફ રેટ લાદવામાં આવશે. આનાથી યુએસ ETR આ વર્ષે 18 ટકા થશે અને પછી આવતા વર્ષે 16 ટકા થશે કારણ કે કેનેડા અને મેક્સિકો પર ETR ઘટીને 10 ટકા થઈ જશે. આ 90 વર્ષનો સૌથી વધુ દર હશે તેવું જણાવતા ફિચનો રિપોર્ટ સૂચવે છે કે, ટેરિફ વધારાથી 2026 સુધીમાં યુએસ, ચીન અને યુરોપમાં GDP માં લગભગ 1% ઘટાડો થશે. અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર પહેલાથી જ ટેરિફ લાદી દીધો છે. તેણે ચીન, કેનેડા અને મેક્સિકો પર પણ બ્લેન્કેટ ટેરિફ લાદી દીધા છે.