ઇન્ડિફ્રા લિ.નો રૂ.14.04 કરોડનો SME IPO 26 ડિસેમ્બરે બંધ થશે
IPO Highlights | |
IPO Opens | December 21 |
IPO Closes on | December 26 |
Issue Price | Rs. 65 Per |
Issue Size | 21.60 lakhs Shares |
Issue Size | Rs. 14.04 crore |
Lot Size | 2000 Shares |
Listing on | NSE Emerge |
અમદાવાદ, 22 ડિસેમ્બર: ગુજરાત સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ કંપની, ઇન્ડિફ્રા લિમિટેડ રૂ. 14.04 કરોડ SME પબ્લિક ઇશ્યૂમાંથી એકત્ર કરવાની યોજના ધરાવે છે. પબ્લિક ઈશ્યૂ 21 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો અને 27 ડિસેમ્બરે બંધ થશે.
પબ્લિક ઈશ્યૂની આવકનો ઉપયોગ એક્વિઝિશન માટે ભંડોળ પૂરું પાડવા, કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ હેતુને પહોંચી વળવા માટે કરવામાં આવશે. આઈપીઓમાં રૂ. 65 પ્રતિ શેર (ઇક્વિટી શેર દીઠ રૂ. 55ના પ્રીમિયમ સહિત) ની કિંમતે રૂ 10ની ફેસ વેલ્યુના 21.60 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય જેનું મૂલ્ય કુલ રૂ.14.04 કરોડ સુધીનું છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 2000 શેર છે છે જેનું મૂલ્ય પ્રતિ અરજી રૂ. 1.30 લાખ જેટલું છે.
લીડ મેનેજર્સઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર | લિસ્ટિંગઃ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર પબ્લિક ઇશ્યૂ લિસ્ટેડ થશે |
કંપનીની કામગીરી અને ઇતિહાસ
2009 માં સ્થાપિત, ઇન્ડિફ્રા લિમિટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટિંગ, ગેસ પાઇપલાઇન નાખવા અને ઇલેક્ટ્રિકલ સાધનો વિતરણ સેવાઓ પ્રદાન કરે છે. કંપની પાસે બે બિઝનેસ વર્ટિકલ છે: i) પાઇપલાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટિંગ સર્વિસિસ. ii) વિદ્યુત ઉપકરણોનું વિતરણ. કંપની ગેસ સપ્લાય કરતી કંપનીઓને તેમની ગેસ સપ્લાય પાઇપલાઇન્સનું સંચાલન પૂરું પાડે છે. ડિસેમ્બર 2023 સુધીમાં, કંપની ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ (CGSML) ને ગેસ પાઈપલાઈન મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડી રહી છે. કંપનીએ અદાણી ગેસ લિમિટેડ માટે પણ કામ કર્યું છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
કંપનીની નાણાંકીય કામગીરીએ વર્ષોથી નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે, જે વૃદ્ધિ અને સ્થિરતા દર્શાવે છે નાણાંકીય વર્ષ 22-23 માટે કંપનીએ રૂ 10.01 કરોડ કુલ આવક, રૂ. 0.99 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 31મી માર્ચ 2023ના રોજ, કંપનીની નેટ વર્થ રૂ. 1.69 કરોડ અને અનામત અને સરપ્લસ રૂ. 1.68 કરોડ. ઇશ્યૂ પછીના પ્રમોટર હોલ્ડિંગ 67.55% હશે. કંપનીના શેર NSEના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)