ઈન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઈન્ડિયા મેન્યુફેકચરિંગ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 26 જુલાઈ: ઈન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે નવા ફંડ ઈન્વેસ્કો ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડના (મેન્યુફેક્ચરિંગ થીમ પર આધારિત ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ) લોન્ચિંગની જાહેરાત કરી છે. ઈન્વેસ્કો ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ મૂડીમાં વધારો કરવા માગે છે અને મેન્યુફેક્ચરિંગ થીમને અનુસરીને કંપનીઓના ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટમાં 80% – 100% રોકાણ કરશે. આ ફંડ 50 – 60 શેરોનો યોગ્ય રીતે વૈવિધ્યસભર બનાવેલો પોર્ટફોલિયો ઉભો કરવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણ કરશે. ફંડને નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ TRI માટે બેન્ચમાર્ક કરવામાં આવશે.
લોન્ચિંગના પ્રસંગે ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડના ઇક્વિટીઝ અને ફંડ મેનેજરના વડા અમિત ગણાત્રાએ જણાવ્યું હતું કે, ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટે સરકાર સક્રિય રીતે નીતિઓ, પ્રોત્સાહનો અને સબસિડીઓનો સક્રિય રીતે અમલ કરી રહી છે, કોર્પોરેટ ટેક્સના દર ઘટાડી રહી છે તેમજ મૂડી ખર્ચમાં વધારો કરી રહી છે.
NFOમાં લઘુત્તમ રોકાણની રકમ રૂપિયા 1,000/- છે અને ત્યારબાદ રૂપિયા 1/-ના ગુણાંકમાં રહેશે. SIP રોકાણો માટે, અરજીની લઘુત્તમ રકમ રૂ. 500/- અને ત્યારબાદ રૂપિયા 1/-ના ગુણાંકમાં રહેશે. ફાળવણીની તારીખે કે તેના 3 મહિના પહેલાં યુનિટ રિડીમ કે સ્વિચ આઉટ કરાશે તો તે માટે 0.50% નો એક્ઝિટ લોડ વસૂલવામાં આવશે. જો ફાળવણીની તારીખથી 3 મહિના પછી યુનિટને રિડીમ કે સ્વિચ આઉટ કરવામાં આવે તો તેના પર કોઈ એક્ઝિટ લોડ લેવામાં આવશે નહીં. ન્યૂ ફંડ ઓફર (NFO) આજથી (25 જુલાઈ 2024) ભરણા માટે ખૂલ્યો છે અને 8 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)