અમદાવાદના રોકાણકારોએ એરૂ. 410.4 કરોડનું રોકાણ ટાટા મ્યુ. ફંડમાં કર્યું

અમદાવાદ, 25 જૂન: ગુજરાતમાં રોકાણકારોએ ટાટા મ્યુચ્યુઅલ ફંડની વિવિધ ઇક્વિટી સ્કીમ્સમાં જાન્યુઆરી-એપ્રિલ 2024 સુધીમાં રૂ. 819 કરોડનું રોકાણ કર્યું છે, જેમાંથી રૂ. 410.4 કરોડ અમદાવાદના રોકાણકારો પાસેથી આવ્યા છે.

આ જ સમયગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી-એપ્રિલ 2024 દરમિયાન અમદાવાદના રોકાણકારોએ ટાટા એસેટ મેનેજમેન્ટના સેક્ટરલ/થિમેટિક ફંડ્સમાં રૂ. 66 કરોડનું રોકાણ કર્યું હતું, તેની સામે સમગ્ર ગુજરાતમાં રોકાણકારો દ્વારા આ જ શ્રેણીમાં રૂ. 195 કરોડનું રોકાણ થયું હતું.

એએમએફઆઈ ડેટા અનુસાર મે 2024 સુધીમાં ગુજરાતમાંથી રોકાણકારોની સરેરાશ ઇન્ડસ્ટ્રી એયુએમ રૂ. 4,04,493.35 કરોડ હતી, જે છેલ્લા બે વર્ષમાં 50 ટકાનો વૃદ્ધિ દર જોવાયો હતો. ટાટા એસેટ મેનેજમેન્ટ સમગ્ર ભારતમાં 100 શાખાઓનું નેટવર્ક ધરાવે છે અને ગુજરાતમાં તેની છ શાખાઓ છે.

બેંકિંગ સેક્ટરને છોડીને માર્કેટ સેગમેન્ટમાં ટૂંકા ગાળાના વેલ્યુએશન ઊંચા છે

ટાટા એસેટ મેનેજમેન્ટના સિનિયર ફંડ મેનેજર (ઇક્વિટી) ચંદ્રપ્રકાશ પડિયારે જણાવ્યું હતું કે, “બૃહદ મેક્રોઇકોનોમિક ઇન્ડિકેટર્સ, બ્રોડ-બેઝ્ડ કોર્પોરેટ અર્નિંગ ગ્રોથ અને મજબૂત બેંકિંગ/કોર્પોરેટ ક્ષેત્રની તંદુરસ્તી એ બજારો માટે લાંબા ગાળાના હકારાત્મક વલણમાં ફાળો આપતા મુખ્ય પરિબળો છે. અમારું માનવું છે કે ભારત અને વિશ્વ માટે મેન્યુફેક્ચરિંગ એ ભારતીય અર્થતંત્ર માટે આગામી ટ્રિગર બની શકે છે. બેંકિંગ સેક્ટરને છોડીને માર્કેટ સેગમેન્ટમાં ટૂંકા ગાળાના વેલ્યુએશન ઊંચા છે અને તે તાત્કાલિક 12 મહિનાના વળતરની કામગીરીને અસર કરી શકે છે. લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે એસઆઈપી રૂટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવે છે.”

લેટેસ્ટ એએમએફઆઈ ડેટા મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં સમગ્ર ભારતના રોકાણકારોમાં સતત રસ દર્શાવે છે. મીડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકોએ 1 વર્ષના સમયગાળામાં લાર્જ કેપ ઇન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. મે 2024ના એએમએફઆઈ ડેટા દ્વારા જોઈએ તો મીડ કેપ ફંડ્સે રૂ. 2,724.67 કરોડનો ચોખ્ખો પ્રવાહ નોંધ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ફંડ્સે મે 2024માં રૂ. 2,605.70 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોયો હતો. બીજી તરફ રૂ. 663 કરોડના ચોખ્ખા પ્રવાહ સાથે લાર્જ કેપ ફંડ્સમાં રોકાણકારોનો રસ થોડો ઓછો હતો. વ્યાપક બજાર પ્રમાણમાં આકર્ષક બની રહેલા લાર્જ કેપ્સમાં રિસ્ક-રિવાર્ડ સાથે આગળ જતાં સંતુલિત થવાની સંભાવના છે.

એસઆઈપીથી માસિક રોકાણોનો આંકડો સતત બીજા મહિને રૂ. 20,000 કરોડને પાર

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ)ના ડેટા મુજબ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ મે, 2024માં રૂ. 34,697 કરોડની વિક્રમી નેટ ઇનફ્લોની સપાટીએ પહોંચ્યા છે અને એપ્રિલ 2024ની સરખામણીમાં 83 ટકાનો ઉછાળો જોવાયો છે. આ જ મહિનાના એએમએફઆઈના ડેટા સૂચવે છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સેગમેન્ટમાં થિમેટિક કે સેક્ટરલ ફંડ્સ કેટેગરીમાં દેશભરના રોકાણકારો તરફથી રૂ. 19,213.4 કરોડનો સૌથી વધુ ઇનફ્લો જોવા મળ્યો છે. મે 2024ના એએમએફઆઈ ડેટા પરથી વધુ એક રસપ્રદ માહિતી જાણવા મળી છે કે એસઆઈપીથી માસિક રોકાણોનો આંકડો સતત બીજા મહિને રૂ. 20,000 કરોડને પાર કરી ગયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)