વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો આઈપીઓ આવતીકાલે, પ્રાઈસ બેન્ડ 94-99 અને 40% ગ્રે પ્રિમિયમ
- રૂ. 94થી 99ની પ્રાઈસ બેન્ડ પર કંપની રૂ. 308.88 કરોડ એકત્ર કરશે
- માર્કેટ લોટ 150 શેર્સ છે. જેનું એલોટમેન્ટ 31 ઓગસ્ટે થશે
- વિષ્ણુ પ્રકાશનો આઈપીઓ 5 સપ્ટેમ્બરે લિસ્ટેડ થવાની શક્યતા
ઈશ્યૂ તારીખ | 24થી 28 ઓગસ્ટ |
લિસ્ટિંગ | 5 સપ્ટેમ્બર |
અમદાવાદ
સરકારી અને ખાનગી સંસ્થાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું બાંધકામ અને ડિઝાઈનિંગ કરતી વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો રૂ. 308.88 કરોડનો આઈપીઓ આવતીકાલે ખૂલી રહ્યો છે. કંપનીએ રૂ. 94થી 99 પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. જેનો માર્કેટ લોટ 150 શેર્સ છે. આઈપીઓ હેઠળ કંપની 31200000 ઈક્વિટી શેર્સ ફ્રેશ ઈશ્યૂ મારફત ઓફર કરશે. આઈપીઓ 28 ઓગસ્ટે બંધ થશે.
વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાના આઈપીઓના શેર એલોટમેન્ટ 31 ઓગસ્ટે અને મેઈનબોર્ડ ખાતે લિસ્ટિંગ 5 સપ્ટેમ્બરે થશે. કંપનીના પ્રમોટર વિષ્ણુ પ્રકાશ પુંગલિયા, મનોહર લાલ પુંગલિયા, સંજય કુમાર પુંગલિયા, કમલ કિશો પુંગલિયા અને અજય પુંગલિયા હાલ કંપનીમાં 90.45 ટકા હોલ્ડિંગ ધરાવે છે. જે આઈપીઓ બાદ ઘટી 67.81 ટકા થશે.
ગ્રે પ્રિમિયમઃ વિષ્ણુ પ્રકાશના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં 40 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. અર્થાત રૂ. 99ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 40 ગ્રે પ્રિમિયમ ચાલી રહ્યા છે. અગાઉ તેના માટે રૂ. 50 પ્રિમિયમ હતા. જે આઈપીઓની તારીખ નજીક આવતા ઘટ્યા છે.
કંપની વિશેઃ 1986માં સ્થાપિત વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા લિમિટેડ ભારતમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્વાયત્ત સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડિઝાઇન અને બાંધકામના વ્યવસાયમાં રોકાયેલ છે. કંપનીની મુખ્ય વ્યવસાયિક કામગીરીને વ્યાપક રીતે ચાર શ્રેણીઓ પાણી પુરવઠા, રેલવે-રોડ, અને સિંચાઈ નેટવર્ક પ્રોજેક્ટ્સમાં વિભાજિત કરવામાં આવી છે.
ફંડામેન્ટલ્સઃ (રૂ. કરોડમાં)
વિગત | માર્ચ-21 | માર્ચ-22 | માર્ચ-23 |
Assets | 331.05 | 497.81 | 825.48 |
Revenue | 487.67 | 787.39 | 1,171.46 |
Profit After Tax | 18.98 | 44.85 | 90.64 |
Net Worth | 113.61 | 158.69 | 314.51 |
Reserves and Surplus | 85.24 | 130.11 | 219.96 |
Total Borrowing | 110.78 | 176.58 |
આઈપીઓનો હેતુઃ આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ નવી મશીનરી, ઈક્વિપમેન્ટની ખરીદી માટે જરૂરી મૂડી ખર્ચ પાછળ તેમજ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા કરશે.
બ્રોકરેજ વ્યૂહઃ
રિવ્યૂઅર | ભલામણ |
Arihant Capital Markets | Apply |
Axis Capital | Not Rated |
Dilip Davda | May Apply |
JM Financial Institutional | Not Rated |
Reliance Securities | Apply |
Sushil Finance Ltd | Apply |