IPO Listing Gain: આ એસએમઈ આઈપીઓએ રોકાણકારોને 6 દિવસમાં શેરદીઠ 40 રૂપિયાનો નફો કરાવ્યો
અમદાવાદ, 5 ડિસેમ્બરઃ મેઈન બોર્ડની માફક હવે એસએમઈ આઈપીઓમાં પણ રોકાણકારો ભરપૂર કમાણી કરી રહ્યા છે. આજે વધુ એક એસએમઈ આઈપીઓએ બમ્પર લિસ્ટિંગ કરાવી રોકાણકારોને શેરદીઠ રૂ. 40 અને લોટદીઠ રૂ. 64160નો નફો કરાવ્યો છે.
બીએસઈ ઈમર્જ ખાતે સ્વસ્થિક પ્લાસ્કોન લિ.એ રૂ. 86ની ઈશ્યૂ પ્રાઈસ સામે 120.10ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ 46 ટકા ઉછળી 126.10ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જે 12.05 વાગ્યે 2.41 ટકા સુધારા સાથે 123 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નીચામાં 115.25 થયો હતો.
પુડુંચેરી સ્થિત સ્વસ્થિક પ્લાસકોને 24થી 29 નવેમ્બર દરમિયાન રૂ. 80-86ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 40.76 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. જેને રિટેલ રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ક્યુઆઈબી પોર્શન 3.42 ગણો, એનઆઈઆઈ 35.76 ગણો અને રિટેલ 13.58 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 15.43 ગણો ભરાયો હતો.
ગ્રે માર્કેટમાં સ્વસ્થિક પ્લાસકોન માટે રૂ.12 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જેણે ગ્રે માર્કેટના આધારે 14 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થવાની અપેક્ષા કરતાં વધુ પ્રીમિયમ આપી રોકાણકારોને ખુશ કર્યા છે.
જૂન 2006માં સ્થાપિત, સ્વસ્થિક પ્લાસ્કોન PET બોટલ અને PET પ્રીફોર્મ્સના ઉત્પાદનમાં નિષ્ણાત છે. તેઓ ફાર્માસ્યુટિકલ્સ, લિકર, એફએમસીજી પેકેજીંગ, ઘરગથ્થુ, ડીશ વોશિંગ લિક્વિડ્સ, રેપેલેન્ટ ડિસ્પેન્સર્સ વગેરે જેવી વિવિધ એપ્લિકેશનો માટે પીઈટી બોટલ્સનું ઉત્પાદન કરે છે. તેઓ સોફ્ટ ડ્રિંક બોટલ, પેકેજ્ડ પીવાના પાણીની બોટલ અને જ્યુસ બોટલ માટે પીઈટી પ્રીફોર્મ્સ પણ બનાવે છે.
કંપની પાસે ઉત્પાદનોની ક્ષમતા અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે પરીક્ષણ સાધનોથી સજ્જ ગુણવત્તા નિયંત્રણ લેબ છે. કંપની જરૂરી ધોરણોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા માટે તેમના તૈયાર ઉત્પાદનો પર સખત ગુણવત્તાની તપાસ કરે છે. કંપનીની ઇન-હાઉસ ટેસ્ટિંગ ટીમ બોટલ અને પ્રીફોર્મ્સની ગુણવત્તા, સલામતી અને પેકેજિંગની દેખરેખ અને દેખરેખ રાખે છે.