IPO Listing: Pyramid Technoplastનો આઈપીઓનું ફ્લેટ લિસ્ટિંગ, ખરાબ માહોલમાં લોઅર સર્કિટ વાગી
અમદાવાદ
પોલિમર આધારિત મોલ્ડ પ્રોડક્ટ્સ બનાવતી પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો આઈપીઓ આજે ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે પિરામિડ ટેક્નોપ્લાસ્ટે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 166 સામે ફ્લેટ 166 પર લિસ્ટિંગ કરાવી 12.35 વાગ્યા સુધીમાં 13 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. ઈન્ટ્રા ડે 188ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. જો કે, શેરબજારમાં પ્રોફિટ બુકિંગના જોરે ખરાબ માહોલ વચ્ચે પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો શેર 5 ટકા લોઅર સર્કિટ સાથે 175.75ના તળિયે પહોંચ્યો હતો.
કંપનીએ રૂ. 166ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 153.05 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. જે કુલ 18.29 ગણો ભરાયો હતો. જેમાં એનઆઈઆઈ પોર્શન 32.24 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ પોર્શન 14.72 ગણો અને ક્યુઆઈબી 9.94 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો.
શેરની સ્થિતિ
ઈશ્યૂ સાઈઝ | 153.05 કરોડ |
ઈશ્યૂ પ્રાઈઝ | 166 |
ખૂલ્યો | 166 |
હાઈ | 188 |
લો | 175.75 |
છેલ્લું રિટર્ન | 5.85 ટકા |
ગ્રે પ્રિમિયમના આધારે રિટર્ન આપ્યું
ગ્રે માર્કેટમાં પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો આઈપીઓ માટે 12 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા. અર્થાત રૂ. 166ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 20 ગ્રે પ્રિમિયમ ચાલી રહ્યા હતા. જેના આધારે જ અત્યારસુધીમાં પિરામિડ રિટર્ન આપી શક્યો છે.