IPO Listing: યાત્રા ઓનલાઈન ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, સાંઈ સિલ્ક, સિગ્નેચર ગ્લોબલ સર્વોચ્ચ સપાટીએ
અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાંથી આજે યાત્રા ઓનલાઈનના આઈપીઓએ રૂ. 142ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 8.45 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે યાત્રા ઓનલાઈનનો આઈપીઓ આજે રૂ. 130ના ભાવે લિસ્ટેડ થયા બાદ વધી 138.50ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જો કે, માર્કેટમાં વેચવાલીના પ્રેશરના પગલે અંતે 4.26 ટકા ઘટી 135.95 પર બંધ રહ્યો હતો. નીચામાં 127.40 થયો હતો.
યાત્રા ઓનલાઈને આઈપીઓ હેઠળ રૂ.775 કરોડ એકત્ર કર્યા હતા. Yatra Onlineના આઈપીઓ કુલ 1.66 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 2.10 ગણો અને રિટેલ 2.19 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. જો કે, એનઆઈઆઈ પોર્શન માત્ર 43 ટકા જ ભરાયું હતું.
યાત્રા ઓનલાઈન શેર સ્થિતિ
ઈશ્યૂ પ્રાઈઝ | 142 |
ખૂલ્યો | 130 |
વધી | 138.50 |
ઘટી | 127.40 |
મહત્તમ નુકસાન | 10.28 ટકા |
ગઈકાલે લિસ્ટેડ બે આઈપીઓ આજે ફરી નવી ટોચેઃ ગઈકાલે ડબલ ડિજિટ પ્રિમિયમે લિસ્ટિંગ કરાવનાર સિગ્નેચરગ્લોબલ અને સાંઈ સિલ્કનો આઈપીઓના શેર આજે બીજા દિવસે ખરાબ માહોલ વચ્ચે સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેમાં સાંઈ સિલ્કનો શેર 254.80ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 2.70 ટકા સુધારા સાથે 251.45 પર બંધ રહ્યો હતો. જ્યારે સિગ્નેચર ગ્લોબલ 475ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 0.96 ટકા સુધારા સાથે 462.80 પર બંધ રહ્યો હતો.