Capital Infra Trust (InvIT)ના યુનિટ્સનો IPO 7 જાન્યુઆરીએ ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ.99-100
ઇશ્યૂ ખૂલશે | 7 જાન્યુઆરી |
ઇશ્યૂ બંધ થશે | 9 જાન્યુઆરી |
ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ | રૂ.99-100 |
લોટ સાઇઝ | 150 શેર્સ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
ઇશ્યૂ સાઇઝ | રૂ.1578 કરોડ |
ઇશ્યૂ સાઇઝ | 107800000 શેર્સ |
![](https://businessgujarat.in/wp-content/uploads/2025/01/Capital-Infra-Photo-1-1024x679.jpg)
અમદાવાદ, 4 જાન્યુઆરી: Capital Infra Trust (InvIT), ગાવર કન્સ્ટ્રક્શન દ્વારા પ્રાયોજિત એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે 27 ડિસેમ્બર, 2024 ના રોજ કુલ રૂ. 1,578 કરોડ સુધીના યુનિટ્સના જાહેર ઇશ્યૂ માટે ઓફર દસ્તાવેજ દાખલ કર્યો હતો. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 99 થી રૂ. 100 પ્રતિ યુનિટ છે. યુનિટ્સને BSE અને NSE (સામૂહિક રીતે, “સ્ટોક એક્સચેન્જ”) પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે, જેમાં BSE ઇશ્યૂ માટે ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ તરીકે છે. આ ઇશ્યૂ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓફરનો 75% થી વધુ હિસ્સો સંસ્થાકીય રોકાણકારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઓફરનો ઓછામાં ઓછો 25% બિન-સંસ્થાકીય રોકાણકારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. InvIT ને 31 ડિસેમ્બર, 2024 ના રોજ ક્રિસિલ રેટિંગ્સ તરફથી ‘પ્રોવિઝનલ CRISIL AAA/સ્ટેબલ (એસાઇન્ડ)’ રેટિંગ પ્રાપ્ત થયું છે.
ઇશ્યૂ માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે
ઈશ્યૂ મારફત મેળવેવલ રકમનો ઉપયોગ (i) પ્રોજેક્ટ SPVs ને તેમની સંબંધિત બાકી લોન (કોઈપણ ઉપાર્જિત વ્યાજ અને પ્રીપેમેન્ટ પેનલ્ટી સહિત) ની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી/પ્રી-પેમેન્ટ માટે લોન પૂરી પાડવા માટે કરવાનો પ્રસ્તાવ છે અને (ii) પ્રોજેક્ટ SPVs દ્વારા સ્પોન્સર પાસેથી મેળવેલી અસુરક્ષિત લોનની ચુકવણી માટે પ્રોજેક્ટ SPVs ને લોન પૂરી પાડવા માટે ઈશ્યૂ દ્વારા મેળવેલ રકમનો ઉપયોગ કરાશે.
લીડ મેનેજર્સઃ ઇશ્યૂ માટે લીડ મેનેજર્સ SBI કેપિટલ માર્કેટ્સ, HDFC બેન્ક છે. ઇશ્યૂના રજિસ્ટ્રાર KFin ટેક્નોલોજીસ છે. એક્સિસ ટ્રસ્ટી સર્વિસીસને InvIT ના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગાવર ઇન્વેસ્ટમેન્ટ મેનેજર પ્રાઇવેટને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને ગાવર કન્સ્ટ્રક્શનને સ્પોન્સર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
InvITની કામગીરી અને ઇતિહાસ એક નજરે
કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ (ભૂતપૂર્વ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ), ગાવર કન્સ્ટ્રક્શન (“GCL” અથવા “પ્રાયોજક”) દ્વારા પ્રાયોજિત એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે. 2008 થી, પ્રાયોજકે 100 થી વધુ રોડ બાંધકામ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. સ્પોન્સર પાસે NHAI સાથે હાઇબ્રિડ એન્યુઇટી મોડ (“HAM”) પર 26 રોડ પ્રોજેક્ટ્સનો પોર્ટફોલિયો હતો, જેમાંથી 11 પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ છે, જેમાં પાંચ હસ્તગત સંપત્તિઓ સામેલ છે, જે અગાઉ સદભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની માલિકીની હતી, અને ૧૫ બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ. કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટની સ્થાપના દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિઓના પોર્ટફોલિયોને હસ્તગત કરવા, તેનું સંચાલન કરવા અને રોકાણ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં પ્રોજેક્ટ SPV દ્વારા માલિકી, સંચાલન અને જાળવણી કરાયેલા નવ પ્રોજેક્ટ્સમાં ભારતના સાત રાજ્યોમાં આશરે 682.425 kmsના બાંધકામ અને કાર્યરત રસ્તાઓનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)