IPO: SWASTIK PIPES SME IPO TO OPEN ON 29 SEPTEMBER
સ્વસ્તિક પાઇપ્સે બુક બિલ્ડિંગ માટે રૂ. 97-100 પ્રાઇઝ બેન્ડ નક્કી કરી
ઇશ્યૂ ખુલશે | 29 સપ્ટેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 03 ઓક્ટોબર |
પ્રાઇસબેન્ડ | 97-100 |
કુલ શેર્સ | 62.52 લાખ |
ઇશ્યૂ એટ એ ગ્લાન્સ
અમદાવાદ : સ્પેશિયલાઇઝ્ડ પાઇપ ઉત્પાદક સ્વસ્તિક પાઇપ લિમિટેડે બુક બિલ્ડિંગ રૂટ દ્વારા એનએસઇ ઇમર્જ ઉપર તેના આગામી જાહેર ભરણા માટે શેરદીઠ રૂ. 97-100ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ ઇશ્યૂ સાઇઝમાં બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા ફુલ્લી પેઇડ-અપ શેર્સના 62.52 લાખ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવાનું સામેલ છે. આ ઇશ્યૂ 29 સપ્ટેમ્બર, 2022 (ગુરુવાર)ના રોજ બિડિંગ માટે ખુલશે તથા 03 ઓક્ટોબર, 2022 (સોમવાર)ના રોજ બંધ થશે. ઇશ્યૂના 50 ટકા એચએનઆઇ માટે રિઝર્વ રખાયા છે તેમજ ઇશ્યૂના 50 ટકા રિટેઇલ રોકાણકારો માટે રિઝર્વ રખાયાં છે.
કંપનીના પ્રમોટર્સ વિશે
સ્વસ્તિક પાઇપ્સના પ્રમોટર સંદીપ બંસલ, અનુપમા બંસલ, શાશ્વત બંસલ અને ગીતા દેવી અગ્રવાલ છે. વર્ષ 1973થી કંપની માઇલ્ડ સ્ટીલ અને કાર્બન સ્ટી ઇલેક્ટ્રિક-રિઝેસ્ટન્સ-વેલ્ડેડ (ઇઆરડબલ્યુ) બ્લેક અને ગેલ્વેનાઇઝ્ડ પાઇપ અને ટ્યુબના ઉત્પાદક અને નિકાસકાર છે.
કંપનીની કામગીરી વિશે
કંપનીના બે પ્લાન્ટ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આવેલા છે તથા તેની માસિક ઉત્પાદન ક્ષમતા 20,000 એમટી છે અને તેણે સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ, સ્ટીલ ટ્યુબલર પોલ, ગ્રામિણ ઇલેક્ટ્રિફિકેશનના જીઆઇ સ્ટ્રક્ચર વગેરેમાં વિસ્તરણ કર્યું છે.
ઇશ્યૂનો હેતુ
પ્રસ્તાવિત આઇપીઓમાંથી એકત્રિત થયેલાં ભંડોળનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે કરશે.
ગ્રાહકો અને નિકાસ બજાર
મુખ્ય ગ્રાહકોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભેલ, કોલ ઇન્ડિયા, ડીએમઆરસી, ઇઆઇએલ, હિન્દુસ્તાન ઝિંક, એલએન્ડટી, નાલ્કો, એનટીપીસી, એબીબી લિમિટેડ વગેરે સામેલ છે. તેના ક્લાયન્ટ્સ યુએસએ, યુકે, યુએઇ, ઓસ્ટ્રેલિયા, કતાર, જર્મની, બેલ્જિયમ, મોરેશિયસ, ઇથિયોપિયા અને કુવૈતમાં ફેલાયેલા છે.
કંપનીની નાણાકીય કામગીરી
માર્ચ 2022માં સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષ માટે કંપનીનું ટર્નઓવર રૂ. 612.19 કરોડ હતું. ઇબીઆઇટીએ રૂ. 29.28 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 20.41 કરોડ હતો.