IPO Tips: Bharti Hexacomનો આઈપીઓ આજે ખૂલ્યો, જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને નિષ્ણાતોની સલાહ
અમદાવાદ, 3 એપ્રિલઃ ભારતી હેક્સાકોમનો રૂ. 4275 કરોડનો આઈપીઓ આજે રોકાણ અર્થે ખૂલ્યો છે. 3થી 5 એપ્રિલ સુધી ચાલનારા આ ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ રૂ. 542-570 છે. જેનો માર્કેટ લોટ 26 શેર્સ માટે રૂ. 14820નું રોકાણ કરવાનું રહેશે, ત્યારબાદ તેના ગુણાંકમાં રિટેલ રોકાણકાર 2 લાખ સુધી રોકાણ કરી શકશે. ઈશ્યૂ સંપૂર્ણપણે 75000000 ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ છે. ઈશ્યૂના શેર એલોટમેન્ટ 8 એપ્રિલે અને લિસ્ટિંગ 12 એપ્રિલે થશે.
કંપની આઈપીઓ ઈશ્યૂ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગના લાભો લેવા કરશે. કંપની રાજસ્થાન અને ઉત્તર-પૂર્વીય ટેલિકોમ સર્કલમાં ગ્રાહકોને ફિક્સ્ડ-લાઈન ટેલિફોન અને બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરે છે. જેણે 31 ડિસેમ્બર, 2023ના રોજ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી ખર્ચ સંદર્ભે રૂ. 206 અબજનું રોકાણ કર્યું હતું, જે 27.1 મિલિયન ગ્રાહકો અને 486 સેન્સેસ શહેરોમાં કાર્યરત છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમઃ
ગ્રે માર્કેટમાં ભારતી હેક્સાકોમના આઈપીઓ માટે રૂ. 50 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. કંપનીએ ગત નાણાકીય વર્ષ 2023-24માં શેરદીઠ 30 ટકા ડિવિડન્ડ જારી કર્યુ હતું. કંપનીની લિસ્ટેડ હરીફ ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા, રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ છે. કંપની એરટેલ ગ્રુપનો મજબૂત હિસ્સો ધરાવે છે. જે ટેલિકોમ સર્કલમાં વર્ચ્યુઅલ લીડરશીપ ધરાવે છે. ભારતી હેક્સાકોમનો પીઈ રેશિયો 51.89 છે, જ્યારે તેની હરિફ ભારતી એરટેલનો પીઈ રેશિયો 82.16 અને વોડાફોન આઈડિયાનો પીઈ રેશિયો -1.63 છે.
ફંડામેન્ટલ્સ એટ અ ગ્લાન્સ
વિગત | 2022-23 | 2021-22 | 2020-21 |
આવક | 6719.20 | 5494 | 4704.30 |
ચોખ્ખો નફો | 549.20 | 1674.60 | -1033.90 |
કુલ દેવું | 6269.30 | 7198.30 | 5975.20 |
નેટવર્થ | 3972.20 | 3573.20 | 1898.70 |
બ્રોકરેજ ટીપ્સઃ
મોટાભાગના બ્રોકરેજ હાઉસે લાંબાગાળાના વ્યૂહ સાથે રોકાણ કરવા સલાહ આપી છે. આઠ બ્રોકરેજ હાઉસે રોકાણ કરવા અને 2 બ્રોકરેજ હાઉસે ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. એજકોન ગ્લોબલ સર્વિસિઝ, એયુએમ કેપિટલ, કેનેરા બેન્ક સિક્યુરિટીઝ, ચોઈસ ઈક્વિટી, મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ, વે2વેલ્થ સિક્યુરિટીઝ, રિલાયન્સ સિક્યુરિટીઝે રોકાણ કરવા સલાહ આપી છે. કંપનીની શેરદીઠ કમાણી રૂ. 10.98 છે. જ્યારે કેપિટલ માર્કેટે આઈપીઓ ઈશ્યૂમાં જોખમ વધુ હોવાનું જણાવતાં ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)