480-505ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 545.40 કરોડ એકત્ર કરશે

ઈશ્યૂ 18-20 ઓક્ટોબર સુધી ખૂલ્લો રહેશે, લિસ્ટિંગ 31 ઓક્ટોબરે શક્યતા

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ અમદાવાદ સ્થિત અને ફાર્માસ્યુટીકલ સેક્ટરની ટોચની કંપનીઓ પૈકી એક કેડિલા હેલ્થકેર સમર્થિત આઈઆરએમ એનર્જી (IRM Energy IPO)નો આઈપીઓ આવતીકાલે ખૂલવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 480-505ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. રોકાણકારે માર્કેટ લોટ 29 શેર્સ માટે રૂ. 14645નું રોકાણ કરવુ પડશે. જેમાં રિટેલ રોકાણકારો મહત્તમ 13 લોટ માટે અરજી કરી શકશે. નીચે આપેલ માહિતી પરથી રોકાણ અંગેનું તારણ મેળવો.

ગ્રે માર્કેટઃ ગ્રે માર્કેટમાં આઈઆરએમ એનર્જીના આઈપીઓ માટે રૂ. 505ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 85 પ્રીમિયમ ચાલી રહ્યું છે. આઈપીઓની જાહેરાત દરમિયાન આઈઆરએમ એનર્જીના આઈપીઓ માટે રૂ. 100થી વધુ ગ્રે પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે, જેમ આઈપીઓની તારીખ નજીક આવે, તેમ ગ્રે પ્રીમિયમ ઘટે છે.

વિગત (રૂ. કરોડ)2022-232021-222020-212019-20
આવક1,045.10549.19212.54166.13
ચોખ્ખો નફો63.14128.0334.8921.07
નેટવર્થ346.42243.72117.6074.74
કુલ દેવું303.83202.59163.35146.74

ફંડામેન્ટલ્સઃ આઈઆરએમ એનર્જીનો પીઈ રેશિયો 24.13 છે. રૂ. 2073.51 કરોડની માર્કેટ કેપ સાથે રિટર્ન ઓન ઈક્વિટી 18.23 ટકા આસપાસ જોવા મળી રહ્યું છે. શેરદીઠ કમાણી રૂ. 20.93 છે. જે તેની લિસ્ટેડ હરીફ લિસ્ટેડ કંપનીઓ સામે મજબૂત છે.

બ્રોકરેજ હાઉસ આઇપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ માટે કરે છે ભલામણ

રિવ્યુઅરભલામણ
Capital MarketMay Apply
Dilip DavdaApply
HENSEX SecuritiesApply
JM Financial InstitutionalNot Rated
Marwadi Shares and FinanceApply
Reliance SecuritiesApply

FY23 અને FY24 માટે 5 ટકા ડિવિડન્ડ જારી કર્યું છે. કન્ઝ્યુમર ગેસ ડિસ્ટ્રિબ્યૂટર સેગમેન્ટમાં આઈઆરએમ મજબૂત પ્રદર્શન કરી રહી છે. 3 રાજ્યોમાં કાર્યરત કંપની પાસે વિસ્તરણની બહોળી તકો છે. 2022-23માં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો થતાં માર્જિનમાં પ્રેશર જોવા મળ્યું હતું. તે સિવાય કંપની મજબૂત ગ્રોથ દર્શાવે છે. કંપનીમાં પ્રમોટર કેડિલા હેલ્થકેરના ડો. રાજીવ મોદી, IRM ટ્રસ્ટ 67.94 ટકા હોલ્ડિંગ ધરાવે છે. સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ માટે મોટાભાગના બ્રોકર્સ અને પ્રાઇમરી માર્કેટ નિષ્ણાતો આ ઇશ્યૂમાં ટૂંકા, મધ્યમ તેમજ લાંબાગાળાના દ્રષ્ટિકોણ સાથે રોકાણ કરવા સલાહ આપી છે.