Security NameResult Date
JRELTD11 Apr
ANANDRATHI12 Apr
METALFORGE12 Apr
TCS12 Apr
ZMILGFIN12 Apr
COLORCHIPS13 Apr

અમદાવાદ, 11 એપ્રિલઃ આઇટી કંપનીઓના MARCH-24ના અંતે પૂર્ણ થયેલાં Q4 અને વાર્ષિક પરીણામોની શરૂઆત તા. 12 એપ્રિલે ટીસીએસ કરશે. TCSની Q4 આવક 1.5 ટકા વધીને ત્રિમાસિક ગાળામાં રૂ. 61,414 કરોડ થવાની ધારણા છે. ચોથા-ક્વાર્ટરનો ચોખ્ખો નફો ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરમાં 5.8 ટકા વધી શકે છે, ક્વાર્ટર માટે કંપનીનું EBIT માર્જિન જાન્યુઆરી-માર્ચ સમયગાળા દરમિયાન સુધરી 25.3 ટકા જોવા મળે તેવો આશાવાદ સેવાય છે. કંપની દ્વારા ખર્ચ કરકસર અને  વધુ ગ્રાહકો મળવાના ચાલુ રહેવાને કારણે માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે.

અન્ય આઇટી રિઝલ્ટ કેલેન્ડર

કંપનીતારીખ
INFOSYS18APRIL
WIPRO19APRIL
LTMINDTREE24APRIL
LTTECHNOLOGY25APRIL
TECHMAHINDRA25APRIL
HCLTECH26APRIL

વિવિધ 10 બ્રોકરેજ અંદાજોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે તે પૈકી નુવામા અપેક્ષા રાખે છે કે ત્રિમાસિક ગાળા માટે TCSની આવક વૃદ્ધિ BFSI માં પુનઃપ્રાપ્તિ અને મેન્યુફેક્ચરિંગમાં સતત મજબૂતાઈ દ્વારા સંચાલિત રહેશે. અગાઉ, મે 2023માં, TCSની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે દેશભરમાં 4G નેટવર્ક ગોઠવવા માટે સરકારી ટેલિકોમ કંપની BSNL પાસેથી રૂ. 15,000 કરોડનો મેગા ઓર્ડર મેળવ્યો હતો. તેને ધ્યાનમાં લેતાં TCS કુલ ઓર્ડર મૂલ્યના લગભગ 80 ટકા જેટલો હિસ્સો ધરાવવાની અપેક્ષા હતી. દોલત કેપિટલ અને ફિલિપ કેપિટલના મત અનુસાર BSNLના મોટા સોદાનો રેમ્પ-અપ આવક વૃદ્ધિમાં ફાળો આપશે. એક્સિસ સિક્યોરિટીઝના મત અનુસાર માર્જિનમાં 72 બેસિસ પોઈન્ટ્સનો વધારો થવાની શક્યતા છે, વધુમાં, પુરવઠા-બાજુના અવરોધો અને ઓછા ઓનસાઇટ ખર્ચને કારણે માર્જિન પણ વિસ્તરી શકે છે. મેગા BSNL ડીલ પરના નીચા માર્જિનની અસર પણ સરભર થશે, એમ જેએમ ફાઇનાન્સિયલે જણાવ્યું હતું.

ચાલુ કેલેન્ડરમાં શેરમાં 4.5 ટકા સુધારો નોંધાયો

TCSનો શેરજાન્યુઆરીથી અત્યાર સુધીમાં 4.5 ટકા વધ્યો છે, જે સમાન સમયગાળામાં નિફ્ટી 50 વળતર સાથે મેળ ખાય છે. પરંતુ તે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ કરતાં ઘણો આગળ છે, આઇટી નિફ્ટી આ ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 0.6 ટકા ઘટ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)