જાન્યુઆરી-22ની શરૂઆતમાં રૂ. 218ના મથાળે ખુલી ફેબ્રુઆરીમાં રૂ. 207નું બોટમ બનાવી સતત સુધારાની ચાલમાં જુલાઇ-22માં એકવાર રૂ. 296.95ની ટોચ નોંધાવ્યા બાદ ગુરુવારે રૂ. 290.75 બંધ રહ્યો હતો

અમદાવાદઃ ટોચની એફએમસીજી કંપની ITCનો શેર ફેબ્રુઆરી,2022ના છેલ્લા અઠવાડિયાથી સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા સાડા ચાર મહિનાની તેજીમાં આઈટીસી ફરી એકવાર માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ-10 કંપનીમાં સામેલ થઈ છે.

બીએસઈના ડેટા અનુસાર, ITC લિમિટેડે બુધવારે ₹3,63,006.90 કરોડની માર્કેટ કેપ સાથે ભારતની સૌથી મૂલ્યવાન કંપનીની યાદીમાં 10માં સ્થાને પહોંચી છે. ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સ બિગ બોયઝ ક્લબની યાદીમાંથી બહાર નીકળ્યા છે તેની સામે આઈટીસીએ સ્થાન જમાવ્યું છે. બજાજ ફાઇનાન્સ હવે 11માં, જ્યારે ભારતી એરટેલ 12માં સ્થાને છે. ગુરૂવારે 290.75 બંધ સાથે 3.58 લાખ કરોડ માર્કેટ કેપ સાથે દસમુ સ્થાન જાળવી રાખ્યુ હતું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) અનુક્રમે 8માં અને 7માં સ્થાને છે.

અદાણી ગ્રૂપ હવે ટોપ-10 નહિં, પણ ટોપ-20માં

માર્કેટની વોલેટિલિટી વચ્ચે અદાણી ગ્રૂપની બે કંપનીઓ ટોપ-10 યાદીમાં સામેલ થઈ હતી. મંદીના વલણ સાથે અદાણી ગ્રીન 3.31 લાખ કરોડ સાથે 14માં ક્રમે, અદાણી ટ્રાન્સમિશન 3.21 લાખ કરોડ સાથે 15માં ક્રમે, અદાણી ટોટલ ગેસ 3.04 લાખ કરોડ માર્કેટ કેપ સાથે 16માં ક્રમે છે. અદાણી એન્ટરપ્રાઈઝ 2.82 લાખ કરોડ સાથે અઢારમાં સ્થાને પહોંચી છે.

TOP- 10 Mcap કંપનીઓ એક નજરે

કંપનીબંધMcap cr.
રિલાયન્સ2,396.951,621,647.33
TCS2,998.701,097,239.74
એચડીએફસી બેન્ક1,351.30750,687.82
ઈન્ફોસિસ1,429.10601,311.08
HUL2,496.85586,657.69
ICICI બેન્ક752.35523,367.67
LIC ઈન્ડિયા712.15450,434.71
એસબીઆઈ479.45427,890.51
HDFC2,170.90393,903.24
ITC290.75358,994.07

આઇટીસીની હરીફ સાથે સરખામણી એક નજરે

આઇટીસીની તેની હરીફ કંપનીઓ સાથેની ફાઇનાન્સિયલ તેમજ શેરના દેખાવ અંગે સરખામણી કરીએ તો જોવા મળે છે કે, માર્ચ-22ના પરીણામ અનુસાર આઇટીસીના વેચાણો અને ચોખ્ખો નફો આકર્ષક વૃદ્ધિ સાથે ઊંચા રહ્યા છે. જોકે, કંપનીની ઇક્વિટી રૂ. 1232.33 કરોડની ઊંચી સપાટીએ રહી છે. પરંતુ તેની સામે તેની રિઝર્વ્સ ખાસ્સી ઊંચી રહી છે.

2020ના કેલેન્ડર વર્ષ દરમિયાનની હેવી વોલેટિલિટી દરમિયાન  આઇટીસીનો શેર જાન્યુઆરી-21ની શરૂઆતમાં રૂ. 238.90ની સપાટીએ ખુલ્યા બાદ માર્ચમાં રૂ. 134.95ના તળિયે બેસી ગયો હતો. જે ડિસેમ્બર-20ના અંતમાં રૂ. 192.40 બંધ રહ્યો હતો. જ્યારે જાન્યુઆરી-21થી ડિસે.-21 દરમિયાન રૂ. 239.15- 199.10ની રેન્જમાં અથડાયેલો રહ્યો હતો. જે જાન્યુઆરી-22ની શરૂઆતમાં રૂ. 218ના મથાળે ખુલી ફેબ્રુઆરીમાં રૂ. 207નું બોટમ બનાવી સતત સુધારાની ચાલમાં જુલાઇ-22માં એકવાર રૂ. 296.95ની ટોચ નોંધાવ્યા બાદ ગુરુવારે રૂ. 290.75 બંધ રહ્યો હતો.

આઇટીસી અને હિન્દુસ્તાન લિવરની ફાઇનાન્સિયલ તેમજ શેર દેખાવની સરખામણી

વિગતITCHINDUNILVR
LTP290.752,497.15
Change %-1.11-0.02
52 W H/L296.95/201.602,859.10/1,901.80
Results (in Cr.) View in (Million)Mar – 22Mar – 22
Sales16,426.0013,462.00
PAT4,190.962,327.00
Equity1,232.33235.00
Face Value1.001.00

(ડેટા સ્રોતઃ બીએસઇ વેબસાઇટ)