આઈવેલ્યુ ઈન્ફોસોલ્યુશન્સે IPO માટે DRHP રજૂ કર્યું
અમદાવાદ, 10 સપ્ટેમ્બરઃ ટેકનોલોજી સર્વિસિસ અને સોલ્યુશન્સ ઈન્ટીગ્રેટર (ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ પ્રમાણે) પૈકીની એક આઈવેલ્યુ ઈન્ફોસોલ્યુશન્સ લિમિટેડ (iValue Informations)એ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે સેબી સમક્ષ ડ્રાફ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) રજૂ કર્યું છે. બેંગ્લુરુ સ્થિત કંપનીનો IPO શેરધારકો દ્વારા વેચવામાં આવી રહેલા દરેક રૂપિયા 2ની ફેસ વેલ્યુ ધરાવતા 1,87,39,000 (1.87 કરોડ) ઈક્વિટી શેરોની સંપૂર્ણ ઓફર ફોર સેલ (ઓએફએસ) છે.
વર્ષ 2008માં સ્થપાયેલ આઈવેલ્યુ ઈન્ફોસોલ્યુશન્સ ભારતમાં આઠ સ્થળો ખાતે ઓફિસ ધરાવે છે. આ ઉપરાંત તે છ આંતરરાષ્ટ્રીય સ્થાનો-સિંગાપુર, બાંગ્લાદેશ, શ્રીલંકા, UAE, કમ્બોડિયા અને કેન્યામાં પણ ઉપસ્થિતિ ધરાવે છે.
નાણાકીય વર્ષ 2024 પ્રમાણે તેના વિવિધ સોલ્યુશન વર્ટીકલ્સ-સાઈબર સુરક્ષા, ઈન્ફોર્મેશન લાઈફ સાયકલ મેનેજમેન્ટ, ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એપ્લિકેશન લાઈફ સાયકલ મેનેજમેન્ટ, હાઈબ્રિડ ક્લાઉડ અને પ્રોફેશન તથા સંચાલિત સર્વિસિસ મારફતે ગ્રાહકોને કરવામાં આવેલ વેચાણનું કુલ મૂલ્ય રૂપિયા 2,110 કરોડ હતું, જ્યારે સંચાલનમાંથી થતી આવક રૂપિયા 780 કરોડ હતી. આઈઆઈએફએલ સિક્યુરિટીઝ લિમિટેડ અને મોતિલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ આ ઈશ્યુના બૂક-રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે. ઈક્વિટી શેરોનું બીએસઈ અને એનએસઈ ખાતે લિસ્ટીંગ કરાવવાની દરખાસ્ત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)