અમદાવાદ, 2 એપ્રિલઃ નોન-ફેરસ મેટલ રિસાયકલિંગ બિઝનેસ જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. રૂ. 2,000 કરોડ સુધીના આઈપીઓમાં રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,500 કરોડ સુધીના મૂલ્યની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.  વેચાણ માટેની ઓફરમાં કમલેશ જૈન (“Promoter Selling Shareholder”) દ્વારા રૂ. 1,430 કરોડ સુધીના અને મયંક પરીક (“Other Selling Shareholder”) દ્વારા રૂ. 70 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કરીને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા રૂ. 100 કરોડ સુધીનના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ અંગે વિચાર કરી શકે છે. જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધરવામાં આવશે તે બીઆરએલએમ સાથે ચર્ચા કરીને કંપની દ્વારા નક્કી કરવામાં આવનાર કિંમત પર હશે. જો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પૂરું થાય તો પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટને સુસંગત એકત્રિત કરવામાં આવેલી રકમ ફ્રેશ ઇશ્યૂમાંથી બાદ કરાશે, જે એસસીઆરઆરના નિયમ 19 (2) (બી)ના પાલનને આધીન રહેશે.

જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડ ઇશ્યૂ દ્વારા મળનારી કુલ રકમનો કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ બાકી દેવાના અમુક હિસ્સાની પૂર્વનિર્ધારિત ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરનારા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”)  અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, together with BSE, the “Stock Exchanges”) જેવા શેરબજારો પર લિસ્ટ કરવામાં આવશે.

ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)