રિવ્યૂઅરભલામણ
Ajcon Global Services LtdApply
Anand RathiApply
Asit C. Mehta Investment Intermediates LtdApply
Axis CapitalNot Rated
Canara Bank Securities LtdApply
Capital MarketMay Apply
Choice Equity Broking Pvt LtdApply
cholamandalam securities limitedNot Rated
Dilip DavdaApply
Geojit Securities LtdApply
HENSEX SecuritiesApply
Indsec SecuritiesApply
Marwadi Shares and Finance LtdApply
Motilal OswalApply
Nirmal BangApply
Reliance SecuritiesApply
SBICAP Securities LimitedNot Rated
SMIFS LimitedApply
Sushil Finance LtdMay Apply
Systematix Shares and Stocks (India) LimitedNot Rated
Ventura Securities LimitedApply
Way2Wealth SecuritiesApply

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ JSW  Groupનો 13 વર્ષ બાદ આવેલા આઈપીઓ જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં રોકાણ કરવાની આજે છેલ્લી તક છે. સેકેન્ડરી માર્કેટમાં વેચવાલીના પ્રેશરના પગલે ગ્રે માર્કેટમાં જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓ માટે 20 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.

જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. 113થી 119ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 2800 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જે અત્યારસુધીમાં કુલ 7.34 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થઈ ચૂક્યો છે. જેનો ક્યુઆઈબી પોર્શન 6.69 ગણો, એનઆઈઆઈ 8.67 ગણો અને રિટેલ 7.30 ગણો ભરાયો છે. આઈપીઓના શેર એલોટમેન્ટ 3 ઓક્ટોબરે અને લિસ્ટિંગ 6 ઓક્ટોબરે થશે.

કંપની વિશેઃ જેએસડબ્લ્યૂ ગ્રૂપની સ્ટીલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, પેઈન્ટસ, વેન્ચર કેપિટલ અને સ્પોર્ટ્સ સહિત વિવિધ સેક્ટરમાં ડાવર્સિફાઈ ઈન્ટરનેશનલ પોર્ટફોલિયો ધરાવતા ગ્રૂપનો ભાગ હોવાથી તેના ગ્રાહકોના કાર્ગોનો મોટો ઓર્ડર મેળવે છે. જેણે બે વર્ષમાં પોતાની ક્ષમતા વધારી 158.43 MTPA  કરી છે. જેની લિસ્ટેડ પિઅર કંપની અદાણી પોર્ટ્સ છે. જેનો પીઈ રેશિયો 28.58 છે. જ્યારે જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાનો પીઈ રેશિયો 29.67 ગણો છે.

બ્રોકરેજ વ્યૂહઃ દેશના ટોચના ગ્રૂપની પેટા કંપની હોવાથી તેમજ મજબૂત ફંડામેન્ટલ્સની સાથે આઈપીઓ નિષ્ણાતોએ રોકાણ કરવા સલાહ આપી છે.

ફંડામેન્ટલ્સઃ (રૂ. કરોડમાં)

નાણાકીય વર્ષઆવકખર્ચચોખ્ખો નફો
2021₹1678.26₹1285.64₹284.62
2022₹2378.74₹1952.75₹330.43
2023₹3372.85₹2561.86₹749.51