જ્યોતિ CNC ઓટોમેશનનો IPO 9 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.315-331
Jyoti CNC Automation IPOની વિગત
IPO ખૂલશે | 9 જાન્યુઆરી |
IPO બંધ થશે | 11 જાન્યુઆરી |
ફેસ વેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | રૂ.315-331 |
લોટ | 45 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 30211480શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ.1000કરોડ |
એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ | રૂ.15 |
લિસ્ટિંગ | BSE,NSE |
BUSINESSGUJARAT.IN RATING | 7/10 |
અમદાવાદ, 5 જાન્યુઆરીઃ રાજકોટ સ્થિત મેટલ કટીંગ કમ્પ્યૂટર ન્યુમેરિકલ કંટ્રોલ (“CNC”) મશીનોના વિશ્વની અગ્રણી ઉત્પાદકોમાંની એક અને નાણાંકીય વર્ષ 2023માં ભારતમાં ત્રીજા સૌથી મોટા બજાર હિસ્સો તથા કેલેન્ડર વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે બારમો સૌથી મોટો બજાર હિસ્સો ધરાવતી જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ 9 જાન્યુઆરીએ આઇપીઓ સાથે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહી છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તા. 8 જાન્યુઆરીના રોજ અને ઇશ્યૂ બંધ થવાની તારીખ 11 જાન્યુઆરી રહેશે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 315 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 331 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 45 ઇક્વિટી શેર અને ત્યાર બાદ 45 ઇક્વિટી શેરના ગુણાંક માટે કરી શકાય છે. કંપનીના IPOમાં રૂ. 10,000.00 મિલિયનનો નવો ઇશ્યૂ છે.
લીડ મેનેજર્સઃ ઇક્વિરસ કેપિટલ, ICICI સિક્યોરિટીઝ અને SBI કેપિટલ માર્કેટ્સ
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવામાં આવશે
ઇશ્યૂના ઉદ્દેશ્યઃ
ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી | લાંબાગાળાના કાર્યકારી મૂડી જરૂરિયાત ફંડિંગ પૂરું પાડવા | સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઇશ્યૂના ફંડનો ઉપયોગ |
કંપનીની કામગીરી અને ઇતિહાસ એકનજરે
કંપીની નાણાકીય કામગીરી એક નજરે
Period | Sep23 | Mar23 | Mar22 | Mar21 |
એસેટ્સ | 1706 | 1515 | 1286 | 1388 |
આવકો | 510.53 | 952.60 | 750.06 | 590.09 |
ચો. નફો | 3.35 | 15.06 | -48.30 | -70.03 |
નેટવર્થ | 205.63 | 36.23 | -29.68 | 18.67 |
અનામતો | 213.33 | 49.14 | 11.67 | 83.11 |
દેવાઓ | 821.40 | 834.97 | 792.16 | 725.12 |
જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ CNC મશીનોના ઉત્પાદક અને સપ્લાયર છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં CNC ટર્નિંગ સેન્ટર્સ, CNC ટર્નિંગ-મિલિંગ સેન્ટર્સ, CNC વર્ટિકલ મશીનિંગ સેન્ટર્સ (VMCs), CNC હોરિઝોન્ટલ મશીનિંગ સેન્ટર્સ (HMCs), એક સાથે 3-એક્સિસ CNC મશીનિંગ સેન્ટર્સ, એક સાથે 5-એક્સિસ CNC મશીનિંગ સેન્ટર્સ અને મલ્ટી-ટાસ્કિંગ સેન્ટર્સનો સમાવેશ થાય છે. કંપની પાસે 44 શ્રેણીમાં 200 પ્રકારના CNC મશીનોની વિશાળ શ્રેણી છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, ભારત, યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયાના કેટલાક ભાગો સહિત વિશ્વભરના 3,000 થી વધુ ગ્રાહકોને 7,200 થી વધુ મશીનો પૂરા પાડવામાં આવ્યા છે. 1 એપ્રિલ, 2004 થી, જ્યોતિ CNC એ વિશ્વભરમાં 30,000 CNC મશીનો પહોંચાડ્યા છે.
કંપની પાસે ત્રણ ઉત્પાદન સુવિધાઓ છે, જેમાંથી બે રાજકોટ, ગુજરાત અને બીજી ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં આવેલી છે. 30 જૂન, 2023 સુધીમાં, કંપની પાસે ₹31,430.56 મિલિયનનો ઓર્ડર બેકલોગ હતો, જેમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (EMS) કંપની તરફથી ₹2,602.50 મિલિયનનો ઓર્ડર પણ સામેલ હતો. 30 જૂન, 2023 સુધીમાં, કંપનીમાં કુલ 2,573 કર્મચારીઓ હતા.
કંપનીના પ્રતિષ્ઠિત ગ્રાહકોઃ ઇસરો, ટાટા, ભારત ફોર્જ, બોશ…
કંપનીના ગ્રાહક આધારમાં ઇન્ડિયન સ્પેસ એપ્લીકેશન સેન્ટર – ઇસરો, બ્રહ્મોસ એરોસ્પેસ તિરુવનંતપુરમ, ટર્કિશ એરોસ્પેસ, યુનિપાર્ટ્સ ઇન્ડિયા, ટાટા એડવાન્સ સિસ્ટમ, ટાટા સિકોર્સ્કી એરોસ્પેસ, ભારત ફોર્જ, શક્તિ પમ્પ્સ (ભારત), શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, રોલેક્સ એન્જીનિયર્સ, હર એન્જીનિયર્સનો સમાવેશ થાય છે. બોશ લિમિટેડ, HAWE હાઇડ્રોલિક્સ, ફેસ્ટો ઇન્ડિયા, એલ્ગી રબર, નેશનલ ફિટિંગ્સ અને અન્ય.
રોમાનિયા, ફ્રાન્સ, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને યુકેમાં 29 વેચાણ-સેવા કેન્દ્રોઃ કંપની હ્યુરોનના સ્થાપિત ડીલર નેટવર્ક દ્વારા વિશ્વભરમાં તેના ઉત્પાદનોનું વિતરણ કરે છે અને રોમાનિયા, ફ્રાન્સ, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને યુકેમાં 29 વેચાણ અને સેવા કેન્દ્રો પણ ધરાવે છે.
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)