અમદાવાદઃ અમદાવાદ શહેરની મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ અર્બન કો.ઓ. બેન્ક ધી કાલુપુર કોમ. કો.ઓ. બેન્ક લિ.એ આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરના અંતે નાણાકીય પરીણામો પ્રોત્સાહક  જાહેર કર્યા છે. બેન્કની થાપણો 8.37 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9979 કરોડ (રૂ. 9208 કરોડ) નોંધાવી છે. બેન્કના ધિરાણો 6.97 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6385 કરોડ (રૂ. 5969 કરોડ) નોંધાયા છે.  બેન્કો કુલ બિઝનેસ ડિસેમ્બર-21 કરતાં ડિસેમ્બર-22ના અંતે 7.82 ટકાના દરે વધ્યો છે. બેન્કની ગ્રોસ એનપીએ 34.41 ટકા ઘટી રૂ. 49.84 કરોડ (રૂ. 75.99 કરોડ) થઇ છે. જે ફક્ત 0.78 ટકા છે. જ્યારે નેટ એનપીએ 0 (શૂન્ય) સ્તરે રહી છે. બેન્કે ત્રીજા ક્વાર્ટરના અંતે તમામ પ્રોવિઝન્સ બાદ કરતાં રૂ. 235.59 કરોડનો નફો નોંધાવ્યો છે.

બેન્ક 62 શાખાના નેટવર્ક સાથે ગુજરાતની સૌથી મોટી અર્બન કો.ઓ. બેન્ક છે અને બેન્ક હાલ રૂ. 10000 કરોડની ડિપોઝિટનો સિમિચિહ્ન લક્ષ્યાંક હાંસલ કરી ઉત્તરોત્તર પ્રગતિ કરવા સજ્જ બની છે.