અમદાવાદ, 3 ઓક્ટોબરઃ કેદારાના ટેકાવાળી અને કોન્ક્રિટના ઉપયોગ માટેની સમગ્ર વેલ્યુ ચેનમાં કોન્ક્રિટ સાધનો, સેવાઓ અને સોલ્યુશન્સની સર્વગ્રાહી શ્રેણી ધરાવતા કોન્ક્રિટ સાધનોના અગ્રણી ઉત્પાદક અજેક્સ એન્જિનિયરિંગ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે શેરબજારના નિયમનકાર SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હેર્રિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ડ્રાફ્ટ રેડ હેર્રિંગ પ્રોસ્પેક્ટસ પ્રમાણે બેંગાલુરુમાં મુખ્યાલય ધરાવતી કંપનીના આઇપીઓમાં વેચતા શેરધારકોના 2,28,81,718 (2.28 કરોડ ઇક્વિટી શેર) ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે.

1992માં સ્થાપિત અજેક્સ એન્જિનિયરિંગે સેલ્ફ લોડિંગ કોન્ક્રિટ મિક્સર્સ (એસએલસીએમ્સ) અને કોન્ક્રિટના ઉત્પાદન માટેના બેચિંગ પ્લાન્ટ્સ, કોન્ક્રિટના પરિવહન માટે ટ્રાન્ઝિટ મિક્સર્સ, બૂમ પમ્પ્સ, કોન્ક્રિટ પમ્પ્સ અને કોન્ક્રિટ ગોઠવવા માટેના સેલ્ફ-પ્રોપેલ્ડ બૂમ પમ્પ્સ, કોન્ક્રિટને પેવ કરવા માટે સ્લિપ-ફોર્મ પેવર્સ અને કોન્ક્રિટ ડિપોઝિટ કરવા માટે થ્રીડી કોન્ક્રિટ પ્રિન્ટર્સ જેવા સાધનો સહિત સર્વગ્રાહી પ્રોડક્ટ પોર્ટફોલિયો તૈયાર કર્યો છે.

31 માર્ચ, 2024ની સ્થિતિએ અજેક્સનું ડિલર નેટવર્ક 23 રાજ્યોમાં 51 ડીલરશિપ સુધી ફેલાયેલું છે અને દક્ષિણ એશિયા, અગ્નિ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા મળીને તેની વૈશ્વિક પહોંચ 25 ડીલર અને ડિસ્ટ્રિબ્યુટર સુધીની છે.

ભારતના એસએલસીએમ બજારમાં 75 ટકા હિસ્સા (નાણાંકીય વર્ષ 2024માં વેંચાયેલા એસએલસીએમની સંખ્યા પ્રમાણે) સાથે અજેક્સ વિશ્વના સૌથી મોટા પૈકીના ત્રણ એસએલસીએમ ઉત્પાદકોમાં આવે છે. નાણાંકીય વર્ષ 2024માં કામગીરીમાંથી તેની આવક રૂ. 1,741 કરોડ અને કરવેરા પછીનો નફો (પીએટી) રૂ. 225 કરોડ છે.

આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યુના બૂક રનિંગ લીડ મેનેજર્સ છે. ઇક્વિટી શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ કરવાનો પ્રસ્તાવ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)