અમદાવાદઃ તા. 19 ડિસેમ્બરના રોજ ખુલેલો કેફીનટેક આઇપીઓ બીજા દિવસના અંતે માત્ર 70 ટકા ભરાયો છે. જ્યારે તા. 20 ડિસેમ્બરના રોજ ખુલેલો એલિન ઇલેક્ટ્રોનિક્સનો આઇપીઓ પ્રથમ દિવસના અંતે 37 ટકા જ ભરાયો છે. સેકન્ડરી માર્કેટમાં જે રીતે પ્રોફીટ બુકિંગ પ્રેશર ચાલી રહ્યું છે અને પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓના નબળા લિસ્ટિંગની દહેશત છવાયેલી છે તે સંજોગોમાં આ બન્ને આઇપીઓમાં રોકાણકારો રસ ઓછો લઇ રહ્યા હોવાનું પ્રાઇમરી માર્કેટના પંડિતો જણાવી રહ્યા છે. કેફીન ટેકના આઇપીઓનો રિટેલ પોર્શન બીજા દિવસના અંતે 74 ટકા જ ભરાયો હતો. જ્યારે એલિનનો આઇપીઓ પ્રથમ દિવસે રિટેલ પોર્શનમાં 55 ટકા જ ભરાયો હતો. કેફીન ટેક.નો આઇપીઓ બુધવારે તા. 21 ડિસેમ્બરે બંધ થશે જ્યારે એલિન ઇલેક્ટ્રોનિક્સનો આઇપીઓ 22 ડિસેમ્બરે બંધ થશે.

KFIN TECHDAY 2ELIN ELECTRONICS (DAY1)
CATEGORYNO.OF TIMESNO.OF TIMES
QIB1.020.01
NII0.030.43
RETAIL0.740.55
TOTAL0.700.37