કોટક લાઇફ અને જના સ્મોલ ફાઇનાન્સ બેંકે ભાગીદારી કરી
મુંબઈ, 6 એપ્રિલ: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે જના સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે તેની કોર્પોરેટ એજન્સી પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ ભાગીદારીથી જના સ્મોલ ફાઇનાન્સ બેંકના 52 લાખ ગ્રાહકોને 22 રાજ્યો તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા બેંકના 781 બેંકિંગ આઉટલેટ્સ થકી કોટક લાઇફ દ્વારા પૂરા પડાતા વિશિષ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની શ્રેણીનો લાભ મળશે.
કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના એમડી મહેશ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે અમે ઇરડા દ્વારા નિર્ધારિત કરાયેલા ‘ઇન્શ્યોરન્સ ફોર ઓલ’ના વિઝન માટે સમર્પિત છીએ. જના સ્મોલ ફાઇનાન્સ બેંકના ગ્રાહક પહોંચ તથા લાઇફ ઇન્શ્યોરન્સમાં અમારી નિપુણતાનો લાભ લઈને અમે હવે જના સ્મોલ ફાઇનાન્સ બેંકના ગ્રાહકોને લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ અને નાણાંકીય સુરક્ષા પૂરી પાડી શકીએ છીએ.
જના સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ અજય કંવલે જણાવ્યું હતું કે જના સ્મોલ ફાઇનાન્સ બેંક ખાતે અમે અમારા ગ્રાહકોને સર્વાંગી નાણાંકીય સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. કોટક લાઇફ સાથેનો આ વ્યૂહાત્મક સહયોગ અમારા ગ્રાહકોને આ પ્રતિબદ્ધતા તરફનું એક મહત્વનું પગલું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)