કોટક બેન્કનું ગ્રામિણ- અર્ધ શહેરી ગ્રાહકોની રોકડ આધારિત સંકલ્પ બચત ખાતુ લોન્ચ
મુંબઇ, 31 ઓગસ્ટ: ગ્રામિણ અને શહેરી ગ્રાહકોની રોકડ આધારિત બેન્કિંગ જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરતા કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડએ સંકલ્પ બચત ખાતુની ઘોષણા કરી છે જે અસંખ્ય સેવાઓ આપે છે જેમાં રોકડ જમા કરાવવા પર નીલ ચાર્જીસથી લઇને વાર્ષિક રૂ. 24 લાખના ઉપાડ સુધીની અને પ્રત્યેક ક્વાર્ટરમાં રૂ. 2500નું લઘુત્તમ બેલેન્સ જાળવવા સુધીનો સમાવેશ થાય છે. વધુમાં, સંકલ્પ આ માર્કેટના ગ્રાહકો માટે સોનું, ટુ-વ્હીલર અને ટ્રેક્ટર લોન્સ પર પણ ખાસ કિંમતો પ્રદાન કરે છે.
સંકલ્પ બચત ખાતાને કૃષિ અને ખેતી ઉપરાંતની આવક ધરાવતા ઉભરી રહેલા ગ્રાહકોના જૂથને સંતોષવાના દ્દેશથી લોન્ચ કરવામાં આવ્યુ છે. બેન્કિંગ સર્વિસીઝ ઉપરાંત, નવુ બચત ખાતુ વિનામૂલ્યે ટોક ટાઇમ અને પેશોપમોર ડેબિટ કાર્ડ પણ ગ્રામિણ અને અર્ધ શહેરી ગ્રાહકોની વિકસતી બેન્કિંગ જરૂરિયાતો પ્રદાન કરે છે.
કોટર મહિન્દ્રા બેન્કના ડીસ્ટ્રીબ્યૂશન, રિટેલ લાયેબિલીટીના પ્રેસિડન્ટ અને વડા પુનીત કપૂરએ જણાવ્યું હતુ કે ગ્રાહકો રોકડ આધારિત અને ઊંચા રોકડ ઉપાડ અને લોન લેવામાં હળવાશ રહે તે માટે ઉત્તમ બેન્કિંગ સેવાઓની ખેવના સેવતા થયા છે. સંકલ્પ બચત ખાતુ આકર્ષક મૂલ્ય આધારિત સેવાઓ જે આવા ગ્રાહકોના સમૂહ માટે તૈયાર કરવામાં આવી છે તેમને સુગમ બેન્કિંગ પૂરું પાડે છે.
સંકલ્પ બચત ખાતુની મહત્ત્વની લાક્ષણિકતાઓ:
1. વિશિષ્ટ ગ્રાહકદીઠ એક વખતનો લાભ રૂ. 250, જેમણે સરેરાશ માસિક બેલેન્સ રૂ. 2,500 અથવા રૂ. 25,000ની ઓછામાં ઓછા 365 દિવસ માટે ટર્મ ડિપોઝિટ ધરાવતા હોય
2. ગોલ્ડ લોન અને ટુ-વ્હીલર અને ટ્રેક્ટર લોન પર પ્રોસેસિંગ ફી પર અનુક્રમે 100% અને 50% માફી
3. પેશોપમોર ડેબિટ કાર્ડ જેની સાથે દૈનિક ATM ઉપાડ મર્યાદા રૂ. 40,000 ડોમેસ્ટિક ATM પર અને દૈનિક ખરીદી મર્યાદા રૂ. 2 લાખ;
4. પેશોપમોર ડેબિટ કાર્ડ રૂ. 5 લાખ સુધીના વ્યક્તિગત અકસ્માત મૃત્યુ વીમાને આવરી લે છે; ખોવાયેલ કાર્ડ જવાબદારી: રૂ. 2,50,000 સુધી અને જમવા, ખરીદી અને મુસાફરીમાં રોજિંદા વિશેષ ઑફર્સની ઍક્સેસ