અમદાવાદ, 31 ઓગસ્ટઃ કીકોએ ફરી એકવાર બેબી મોમેન્ટસ કોસ્મેટિક્સની અદ્યતન ‘નો-ફેનોક્સિએથેનોલ’ રેન્જ લોન્ચ કરી છે. કીકો બેબી મોમેન્ટ્સ પ્રોડક્ટ્સ ફેનોક્સિએથેનોલ અને પેરાબેન્સથી મુક્ત હોવા ઉપરાંત તેઓ ટ્રોપોલોન, એસએલએસ, એસએલઇએસ, ડાયઝ અને આલ્કોહોલથી પણ મુક્ત છે, જે સુનિશ્ચિત કરે છે કે માત્ર સૌથી કોમળ તત્વો જ પોતાના બાળકની નાજુક ત્વચાને સ્પર્શે છે.

બાળકોના સંભાળ માટે દુનિયામાં પ્રસિદ્ધ નામ ‘’કીકો’’ જે બાળકો માટે સલામત અને અદ્યતન ઉત્પાદનો ઓફર કરીને નવીનતામાં સૌથી આગળ છે. એટલું જ નહીં 160થી વધુ દેશોમાં પોતાની ઉપસ્થિતિ સાથે કીકો નાના બાળકો માટે શ્રેષ્ઠ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતા માટે જાણીતું પણ છે. કીકો બેબી મોમેન્ટ્સે એક દાયકા પહેલા ભારતમાં પેરાબેન્સ મુક્ત બેબી કોસ્મેટિક્સની લોન્ચ  કરી છે. કીકો બેબી મોમેન્ટ્સને જે વસ્તુ અલગ પાડે છે તે 100 ટકા શાકાહારી મૂળના સામગ્રીનો ઉપયોગ કરવા પ્રત્યેનું સમર્પણ છે, જે બાળકોને જરૂરી પોષણ પૂરું પાડે છે. સલામતી અને પ્રકૃતિ બંનેને પ્રાથમિકતા આપતા ઉત્પાદનોની ડિલિવરી કરવા માટે કીકો ની અતૂટ પ્રતિબદ્ધતાનો આ એક પ્રમાણ છે.

ગુજરાતની પોતાની તાજેતરની મુલાકાત દરમિયાન રાજેશ વોહરાએ બાળકો માટે શ્રેષ્ઠ પ્રદાન કરવા માટે ચિક્કોમાં ચાલી રહેલા સમર્પણ અંગે વાત કરતાં કહ્યું હતું કે, કીકોમાં અમે અમારા 65+ વર્ષના વૈશ્વિક અનુભવ અને વૈજ્ઞાનિક જ્ઞાન દ્વારા પ્રેરિત છીએ. એક વર્ષ પહેલાં અમે કુદરતી ઘટકોથી ભરપૂર નો-ફેનોક્સિએથેનોલ બેબી કોસ્મેટિક્સ રજૂ કરીને બાળકની સંભાળમાં આગળ વધવાની સફર શરૂ કરી હતી. ભારતમાં અને વિશેષ રૂપથી ગુજરાતમાં અમારા ગ્રાહકોને વાસ્તવમાં આ વિકાસને પસંદ કર્યો છે અને અમારો બિઝનેસ અહીં અનેકગણો વિકાસ પામ્યો છે.