મુંબઈ, 10 જાન્યુઆરી: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટી એસેટ એલોકેશન ફંડ એનએફઓ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે ઇક્વિટી, ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગોલ્ડ ઇટીએફ, સિલ્વર ઇટીએફ અને એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. એનએફઓ 10 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે અને 24 જાન્યુઆરી 2024ના રોજ બંધ થશે. હર્ષદ બોરાવકે (ઇક્વિટી ભાગ) અને અમિત મોદાણી (ડેટ ભાગ) મેનેજ કરશે તથા લઘુત્તમ રોકાણ રૂ. 5000 અને એસઆઈપી માટે રૂ. 500 રહેશે. સિદ્ધાર્થ શ્રીવાસ્તવ ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ પોર્શનનું અને રિતેશ પટેલ કોમોડિટી ઇન્વેસ્ટમેન્ટ્સનું સંચાલન કરશે.

એસેટ ક્લાસના સંયોજને વર્ષોથી વધુ સારા રોકાણનો અનુભવ પૂરો પાડ્યો છે અને ફંડનો હેતુ સમયાંતરે વિવિધ એસેટ્સના બિઝનેસ સાયકલના લાભો મેળવવાનો છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષમાં ઇક્વિટી, ગોલ્ડ, ડેટ અને મલ્ટી-એસેટમાં પ્રત્યેક વર્ષના રિટર્ન ટેબલ મુજબ, મલ્ટી-એસેટ ક્લાસ મોટાભાગે સુસંગત રહ્યો છે.

એનએફઓ અંગે મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના ફંડ મેનેજર હર્ષદ બોરાવકેએ જણાવ્યું હતું કે “એસેટ ક્લાસનું મિશ્રણ હેજ તરીકે કામ કરી શકે છે જેના કારણે બજારની અસ્થિરતાને વધુ સારી રીતે મેનેજ કરી શકાય છે. મિરે એસેટ મલ્ટી એસેટ એલોકેશન ફંડનો હેતુ રોકાણકારો માટે આ રોકાણનો અનુભવ લાવવાનો છે. આ પ્રકારની પ્રોડક્ટ એવા રોકાણકારો માટે યોગ્ય હોઈ શકે છે જેઓ વિવિધ એસેટ ક્લાસમાં ભાગ લેવા માંગે છે પરંતુ તે એક જ સ્કીમ હેઠળ કરવા માગે છે.

એસએન્ડપી બીએસઈ 200 ટીઆરઆઈ, મલ્ટી-એસેટ બેન્ચમાર્ક* અને નિફ્ટી50-ટીઆરઆઈમાં 3 વર્ષનું દૈનિક સરેરાશ રોલિંગ રિટર્ન દર્શાવે છે કે સ્કીમ માટે પસંદ કરાયેલ મલ્ટી-એસેટ બેન્ચમાર્કે 1, 3 અને 5 વર્ષમાં નિફ્ટી 50-ટીઆરઆઈને સતત આઉટપરફોર્મ કર્યું છે. ઉપરાંત, એવરેજ સ્ટાન્ડર્ડ ડેવિયેશન અન્ય બે સૂચકાંકોની સરખામણીએ તુલનાત્મક રીતે ઓછું છે.

મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના વાઇસ ચેરમેન અને સીઇઓ સ્વરૂપ આનંદ મોહંતીએ ઉમેર્યું હતું કે “રોકાણકારોની મુખ્ય ચિંતા અસ્થિરતામાં આગળ વધવાની અને સંપત્તિનું સર્જન કરવાની છે, જે એસેટ્સના કોમ્બિનેશનથી પ્રાપ્ત કરી શકાય છે. તે રોકાણકારને કયો એસેટ ક્લાસ સારો દેખાવ કરશે તેની આગાહી કરવાની ઝંઝટથી દૂર રાખી શકે છે અને વધુ સારી રીતે કામ કરી શકે તેવા કોમ્બિનેશનને મંજૂરી આપે છે. મલ્ટી એસેટનો હેતુ અસ્થિરતાનો કોયડો ઉકેલવાનો છે.”

મિરે એસેટ મલ્ટી એસેટ એલોકેશન ફંડનો એનએફઓ 24મી જાન્યુઆરી 2024ના રોજ બંધ થાય છે અને પહેલી ફેબ્રુઆરી 2024થી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખૂલશે.