અમદાવાદ, 9 જાન્યુઆરી: લીફોર્ડ હેલ્થકેર લિમિટેડે તેના ઓર્થોપેડિક અને મોબિલિટી એઈડ્સ વિભાગને ઝડપથી વિકસાવવા માટે આગામી ત્રણ વર્ષમાં ₹200 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ ભારતના ઝડપથી વિકસતા પ્રિવેન્ટિવ હેલ્થકેર અને રિહેબિલિટેશન બજારમાં કંપનીના મજબૂત પ્રવેશનો સંકેત આપે છે. આ વિસ્તરણના ભાગરૂપે, કંપનીએ એક્શન સુપરસ્ટાર અને ફિટનેસ આઇકન ટાઇગર શ્રોફને તેના ઓર્થોપેડિક અને મોબિલિટી એડ્સ વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમવાની જાહેરાત કરી છે અને દેશવ્યાપી અભિયાન ‘ફિટ રહો, હિટ રહો’ લોન્ચ કર્યું છે.

“ભારતનું ઓર્થોપેડિક સપોર્ટ્સ અને મોબિલિટી એઈડ્સનું બજાર હાલમાં વાર્ષિક ₹2,500 કરોડનું છે અને જીવનશૈલી સંબંધિત વિકારો, રમતગમત સંબંધિત ઈજાઓ, વૃદ્ધોની વસતિમાં થઈ રહેલો વધારો અને નિવારક સંભાળ પ્રત્યેની વધતી જાગૃતિને કારણે વર્ષ 2030 સુધીમાં તે વધીને ₹8,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. લીફોર્ડ હેલ્થકેર લિમિટેડનું આ વ્યૂહાત્મક રોકાણ ઉત્પાદનના આધુનિકીકરણ, નવી પ્રોડક્ટ્સના વિકાસ, ડિજિટલ-ફર્સ્ટ માર્કેટિંગ, ક્લિનિકલ એન્ગેજમેન્ટ અને શહેરી તેમજ ગ્રામીણ એમ બંને બજારોમાં વ્યાપક રિટેલ પહોંચ પર ધ્યાન કેન્દ્રિત કરશે.”

“‘ફિટ રહો, હિટ રહો’ અભિયાન, ઓર્થોપેડિક અને મોબિલિટી એઈડ્સને નિવારણ, રિકવરી અને સક્રિય જીવનશૈલી માટેના રોજિંદા સાથી તરીકે રજૂ કરે છે, જે આ કેટેગરીને પોસ્ટ-ઈન્જરીને સ્થાને પ્રોએક્ટિવ આરોગ્ય સંરક્ષક તરીકે સ્થાપિત કરે છે.

કંપનીની WHO-GMP અને ISO-પ્રમાણિત ફેસિલિટીમાં તૈયાર કરવામાં આવે છે. લીફોર્ડ હેલ્થકેર લિમિટેડનો પોર્ટફોલિયો ભારતભરના 12 લાખ રિટેલ વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ છે, જ્યારે તેના ઓર્થોપેડિક ઉત્પાદનો હાલમાં 1 લાખ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. અગ્રણી ઈ-કોમર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ પર મજબૂત હાજરીની મદદથી, નાણાકીય વર્ષ 26-27ના બીજા ક્વાર્ટર સુધીમાં આ હાજરી 1 લાખથી વધારીને 2 લાખ રિટેલ ટચપોઇન્ટ્સ સુધી બમણી કરવાનું આયોજન છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)