સેન્સેક્સ- નિફ્ટીમાં સામસામા રાહ, છતાં માર્કેટબ્રેડ્થ પોઝિટિવ

BSE માર્કેટકેપ વૃદ્ધિ સાથે રૂ. 290 લાખ કરોડની સપાટી ક્રોસ

અમદાવાદઃ મેટલ ઇન્ડેક્સમાં 2.37 ટકા વૃદ્ધિને બાદ કરતાં મોટાભાગના સેક્ટોરલ ઇન્ડેક્સમાં અડધા ટકાથી પણ નીચી વોલેટિલિટી વચ્ચે ભારતીય શેરબજારોમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 33.90 પોઇન્ટ ઘટી 62834.60 પોઇન્ટ સામે નિફ્ટી 4.95 પોઇન્ટ સુધરી 18701.05 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, સતત બીજા ટ્રેડિંગ દિવસે પણ માર્કેટબ્રેડ્થ અને અંડરટોન પોઝિટિવ રહેવા સામે માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ રહ્યો છે. બીએસઇ ખાતે 3794 ટ્રેડેડ સ્ક્રીપ્સ પૈકી 2043 સ્ક્રીપ્સમાં ઘટાડો અને 1567 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.

બીજી તરફ બીએસઇ માર્કેટકેપ પહેલી વાર રૂ. 70 હજાર કરોડની વૃદ્ધિ સાથે રૂ. 290 લાખ કરોડની સપાટી વટાવી રૂ. 290.47 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે. કુલ 179 સ્ક્રીપ્સ વર્ષની ટોચે પહોંચવા સામે 22 સ્ક્રીપ્સ વર્ષના તળિયે બેઠી હોવાનું બીએસઇના આંકડાઓ દર્શાવે છે.

માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ પણ બ્રેડ્થ તો પોઝિટિવ જ છે….

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ379420431567
સેન્સેક્સ301415

મેટલ ઇન્ડેક્સ 491 પોઇન્ટ પ્લસ

મેટલ ઇન્ડેક્સ 491.44 પોઇન્ટના સુધારા સાથે 21211.68 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે હિન્દાલકોમાં સૌથી વધુ 4.46 ટકા, તાતા સ્ટીલમાં 3.35 ટકા, નેશનલ એલ્યુ.માં 2.82 ટકા, કોલ ઇન્ડિયામાં 2.14 ટકા સુધારો રહ્યો હતો.