એલઆઈસીના આઈપીઓને પોલિસી હોલ્ડર્સ અને કર્મચારીઓ દ્વારા પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રિટેલ પોર્શન 0.57 ગણા સાથે કુલ 0.64 ગણો ભરાયો છે. ASBAની સુવિધા ધરાવતી બેન્કોમાં રોકાણકાર રવિવારે પણ એલઆઈસીના આઈપીઓ માટે અરજી કરી શકશે. 9 મેએ બંધ થનાર આઈપીઓમાં ટ્રેડિંગ દિવસ ઉપરાંત શનિવાર અને રવિવારે પણ આઈપીઓ ભરી શકાશે. ASBAએ આઈપીઓ માટે અરજી કરવાનું મિકેનિઝ્મ છે.

પ્રથમ દિવસઃ પોલિસી હોલ્ડર અને એમ્પ્લોયી પોર્શન ઓવર સબ્સ્ક્રાઈબ્ડ

બુધવારથી શરૂ થયેલા એલઆઈસીના રૂ. 21 હજાર કરોડના આઈપીઓ સામે પ્રથમ દિવસે જ 64 ટકા અર્થાત રૂ. 13440 કરોડના બિડ ભરાઈ ચૂક્યા છે. જેમાં પોલિસી હોલ્ડર અને એમ્પ્લોયી પોર્શન ઓવર સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. રિટેલ પોર્શન અડધાથી વધુ 57 ટકા ભરાયો છે. આઈપીઓ 9 મેએ બંધ થશે. એલઆઈસી આઈપીઓ માટે રિટેલ રોકાણકારે મહત્તમ રૂ. 904ની ઈશ્યૂ પ્રાઈઝ પર 15 શેર્સ માટે રૂ. 13560નું રોકાણ કરવુ પડશે. કંપની 22 કરોડ ઈક્વિટી શેર્સ વેચી ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈક્વિટી શેર્સની સંખ્યા વધુ હોવાથી મોટાભાગના અરજદારોને આઈપીઓ એલોટ થવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતે વ્યક્ત કર્યો છે. આઈપીઓ સાઈઝ ઘટાડવા પાછળનો હેતુ ફ્લોટિંગ રેટ અને વોલેટિલિટી ઘટાડવાનો છે. ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ મુજબ, 2018-19થી 2020-21 દરમિયાન વાર્ષિક નફો અને કુલ આવકો સતત વધી છે. સતત ડિવિડન્ડ ફાળવતી કંપની છે. એલઆઈસીએ 2018-19માં 42.10 ટકા અને 2019-20માં 42.70 ટકા ડિવિડન્ડ જારી કર્યુ હતું. ગ્રે માર્કેટમાં પ્રિમિયમ રૂ. 20 ઘટી રૂ. 65 થયુ હતું.

કેટેગરી વાઇસ સબસ્ક્રીપ્શન

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
ક્યુઆઈબી0.33
એનઆઈઆઈ0.26 ગણો
રિટેલ0.57
એમ્પ્લોયી1.10
પોલિસી હોલ્ડર1.89
ટોટલ0.64

આગામી બુધવારે વધુ બે આઈપીઓ

આગામી બુધવારે વધુ બે કંપની ડિલ્હિવરી અને વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ આઈપીઓ લાવી રહી છે. ડિલ્હિવરી લિ. રૂ. 462-487ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 5235 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ગ્રે માર્કેટમાં ડિલ્હિવરી માટે રૂ. 35 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. માર્કેટ લોટ 30 શેર્સનો રહેશે. જ્યારે વિનસ પાઈપ્સ 50.74 લાખ ઈક્વિટી શેર્સ વેચી 225 કરોડનો આઈપીઓ લાવી શકે છે. જેની પ્રાઈસ બેન્ડ જાહેર થઈ નથી.