લિંકન ફાર્માનો વાર્ષિક નફો 28.61% વધી રૂ. 93.37 કરોડ, રૂ. 1.80 ડિવિડન્ડ
અમદાવાદ, 16 મે: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24 અને ચોથા ત્રિમાસિક ગાળા માટે તેના નફાના માર્જિન જાળવી રાખ્યા છે અને ચોખ્ખા નફામાં વૃદ્ધિનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કંપની નાણાંકીય વર્ષ 2026માં રૂ. 750 કરોડની આવકનું લક્ષ્ય રાખી રહી છે. માર્ચ 2024 સુધી ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સે (એફઆઈઆઈ) કંપનીમાં તેમનું હોલ્ડિંગ માર્ચ 2023ના રોજ 1.27 ટકાથી વધારીને 3.93 ટકા કર્યું છે.
નાણાંકીય વર્ષ 2024 દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 28.61 ટકા વધીને રૂ. 93.37 કરોડ થયો હતો જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 72.60 કરોડ હતો. કંપનીએ નાણાંકીય વર્ષ 2024માં રૂ. -134.33 કરોડની એબિટા નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2023માં રૂ.111.68 કરોડની એબિટા કરતાં 20.3 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024 દરમિયાન કુલ આવક રૂ. 614.97 કરોડ નોંધાઈ હતી જે નાણાંકીય વર્ષ 2023ના સમાન ગાળામાં રૂ. 532.80 કરોડની કામગીરીમાંથી થયેલી કુલ આવક કરતાં 15.43 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2024 માટે ઈપીએસ શેરદીઠ રૂ. 46.58 રહી હતી. કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24 માટે રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર શેરદીઠ રૂ. 1.80 ના એટલે કે 18 ટકા ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીએ તેના માર્જિનમાં સતત સુધારો કર્યો
લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લિંકને નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2024 સુધી કંપનીએ તેના માર્જિનમાં સતત સુધારો કર્યો છે અને સતત નફામાં વૃદ્ધિ હાંસલ કરી છે. નવા બજારોમાં વ્યૂહાત્મક વિસ્તરણની સાથે સાથે સ્થાનિક અને નિકાસ બંને બજારોમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજનાઓ સાથે કંપની તેની બજારમાં હાજરીને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખે છે.
છેલ્લા 5 વર્ષોમાં કંપનીએ નફામાં 13 ટકાના સીએજીઆર અને વેચાણમાં ઊંચી સિંગલ ડિજિટ વૃદ્ધિ દર્શાવી છે. કંપની તેના નફાના માર્જિનને નાણાંકીય વર્ષ 2019માં આશરે 13 ટકાથી નાણાંકીય વર્ષ 2024માં 16 ટકા સુધી વધારવામાં સફળ રહી છે. નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023 સુધી દર વર્ષે નફામાં વૃદ્ધિ હાંસલ કરનારી જૂજ કંપનીઓમાં તે સ્થાન ધરાવે છે. મોર્નિંગસ્ટારના વિશ્લેષણ મુજબ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં 4,200થી વધુ લિસ્ટેડ કંપનીઓમાંથી તે માત્ર 16 કંપનીઓમાં સામેલ છે.
Financial Highlights (Consolidated)
Q4 FY24 | Q4 FY23 | Y-O-Y | FY24 | FY23 | Y-O-Y | |
Income | 149.51 | 116.36 | 28.49% | 614.97 | 532.78 | 15.43% |
EBITDA | 25.40 | 20.54 | 23.66% | 134.33 | 111.68 | 20.28% |
Net Profit | 18.88 | 12.17 | 55.14% | 93.37 | 72.60 | 28.61% |
E.P.S (Rs.) | 9.28 | 6.27 | 48.01% | 46.58 | 36.40 | 27.97% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)