બીએસઇ સેન્સેક્સ આજે સવારે મજબૂત ટોને ખૂલવા સાથે 900 પોઇન્ટની મજબૂતી સાથે 67750 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. ખાસ કરીને ઓટો, બેન્કિંગ, આઇટી, મેટલ શેર્સમાં તેજીનો ટોન રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સેન્જનો નિફ્ટી-50 પણ 17000 નજીક સરકી રહ્યો હોય તેમ સવારે 16900 સપાટીની સર કરી આ લખાય છે ત્યારે 11.01 કલાકે 215 પોઇન્ટના ઉછાળા સાથે 16876 પોઇન્ટની સપાટી આસપાસ રમતો હતો.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં મજબૂતી, 76.38 પર ખુલ્યો

બુધવારે સવાર ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થતી જોવા મળી છે. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 23 પૈસા વધીને 76.38 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે મંગળવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 76.61 ના સ્તર પર બંધ થયો હતો. પેટ્રોલ અને ડીઝલના રેટના હિસાબથી આજે સપ્તાહે ત્રીજા દિવસે બુધવાર રાહત ભરેલો રહ્યો. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે કોઈ બદલાવ નથી આવ્યો, ના તો રેટ ઘટાડવામાં આવ્યા છે અને ના તો વધારવામાં આવ્યા છે. લગાતાર 106માં દિવસે રેટમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો.

બ્રોકર્સની નજરે આજના ઇન્ટ્રાડે કૉલ્સ

સુમીત બગડિયા, Choice Broking

Motherson Sumi: ખરીદો, ટાર્ગેટઃ 140-145, સ્ટૉપલોસઃ 128

Minda Corp: ખરીદો, ટાર્ગેટઃ 225, સ્ટૉપલોસઃ 185

અનુજ ગુપ્તા, IIFL Securities

Tata Power: ખરીદો, ટાર્ગેટઃ 470, સ્ટૉપલોસઃ 400

Equitas Holdings: ખરીદો, ટાર્ગેટઃ 125, સ્ટૉપલોસઃ 90

અવિનાશ ગોરક્ષકર, Profitmart Securities

ICICI Bank: ખરીદો, ટાર્ગેટઃ 730, સ્ટૉપલોસઃ 685

Mahindra & Mahindra: ખરીદો, ટાર્ગેટઃ 790, સ્ટૉપલોસઃ748