મુંબઈ, 8 માર્ચ, 2024: IVD પ્રોડક્ટ્સની ઉત્પાદક લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝે ગ્રામીણ ભારતમાં હેલ્થકેર સેવાઓની ઉપલબ્ધતામાં ક્રાંતિ લાવવાના હેતુ સાથે ભારત સરકારના નેશનલ પ્રોગ્રામ ઉન્નત ભારત અભિયાન સાથે જોડાણ કરી ગ્રાઉન્ડ બ્રેકિંગ E સ્માર્ટ ક્લિનિક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ઉન્નત ભારત અભિયાન એ આઈઆઈટી, દિલ્હી ખાતે FITT  (ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર)ની પહેલ હેઠળ શરૂ કરાયેલો નેશનલ પ્રોગ્રામ છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટની AIIMS ખાતે કરવામાં આવ્યું હતું. આ પહેલ હેઠળ લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ અને ઉન્નત ભારત અભિયાન વચ્ચે 22 ફેબ્રુઆરી, 2024ના રોજ આઈઆઈટી, દિલ્હી ખઆતે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ અંગે લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ લિ.ના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર માનવ તેલીએ જણાવ્યું હતું કે, આ પહેલ અમારી હેલ્થકેરમાં ઈનોવેશન અને સુલભતાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ પ્રોજેક્ટ તમામ નાગરિકો માટે સમાવિષ્ટ અને સમાન હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવાના અમારા વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેના ટેક્નોલોજી પાર્ટનર ડોઝીના સહયોગથી વિકસાવવામાં આવેલ ઇ સ્માર્ટ ક્લિનિક, કોઈપણ બાહ્ય જોડાણો વિના દર્દીઓના મહત્વપૂર્ણ પાસાઓને ચકાસી-તપાસવા માટે પેટન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. માત્ર 20 મિનિટમાં બ્લડ ટેસ્ટ કરવા સક્ષમ આ ક્લિનિક ગ્રામીણ દર્દીઓને તેમની સ્થાનિક ભાષામાં વાતચીત કરીને ટોચના ડોકટરો સાથે ઓનલાઈન જોડે છે. લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝે બાયોકેમિસ્ટ્રી અને હેલ્થ કિઓસ્ક માટે પેટન્ટ ફાઇલ કરી છે, જે 99 ટકા ચોકસાઈનું સ્તર ધરાવે છે.

આઈઆઈટી દિલ્હીના ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફરના નેશનલ કો-ઓર્ડિનેટર વિજેન્દ્ર કુમાર વિજયે આ જોડાણ અંગે અપેક્ષા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ટેક્નોલોજી અને ઈનોવેશનની મદદથી અમે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છીએ. મને નજીકના ભવિષ્યમાં ભારતના મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પરિવર્તનકારી અસર માટે આશાવાદ છે.

પાંચ પ્રારંભિક કેન્દ્રો પર સફળ ટ્રાયલ પછી, ઇ સ્માર્ટ ક્લિનિકનું સમગ્ર ભારતમાં કોમર્શિયલી લોન્ચ  કરવામાં આવશે. ઉન્નત ભારત અભિયાન, દેશભરમાં 16,000થી વધુ ગામડાઓમાં હાજરી સાથે E સ્માર્ટ ક્લિનિક પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા અને અમલમાં મૂકવા માટે મુખ્ય ભૂમિકા ભજવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)