L&t કન્સ્ટ્રક્શને વિવિધ વ્યવસાયો માટે ઓર્ડર્સ મેળવ્યાં
મુંબઈ: લાર્સન એન્ડ ટૂબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીએ એના પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન અને બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝ વ્યવસાયો માટે ઓર્ડર્સ મેળવ્યાં છે. પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન (પીટીએન્ડડી) વ્યવસાયની રિન્યૂએબલ શાખાને પશ્ચિમ બંગાળના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 112.5 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા ટર્નકી ઇપીસી ઓર્ડર મેળવ્યો છે. રાજ્યએ વિદેશી વિકાસ બેંક પાસેથી ધિરાણ સાથે આ પ્રોજેક્ટનો અમલ હાથ ધર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ ધોરણે આ પેકેજ આપ્યું છે. બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝ વ્યવસાયે મુંબઈના વિલે પાર્લેમાં અત્યાધુનિક 600 બેડની સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલનું નિર્માણ કરવા નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ પાસેથી એક ઓર્ડર મેળવ્યો છે. આ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટમાં કામગીરીમાં સંયુક્ત સ્ટીલ માળખું, ફિનિશિંગ, MEP, MGPS, 15 મોડ્યુલર OTs, 3 LINAC બંકર, PTS અને સંબંધિત બાહ્ય વિકાસલક્ષી કાર્યો સાથે 2 તબક્કાઓમાં કુલ 7.3 લાખ ચોરસ ફીટનું ટર્નકી નિર્માણ સામેલ છે. બિલ્ડિંગ કન્ફિગરેશન 3B+G+11 ફ્લોર છે. તબક્કો 1 23 મહિનામાં પૂર્ણ થશે અને તબક્કો 2 17 મહિનામાં પૂર્ણ થશે, જેમાં હાલની બિલ્ડિંગ્સના શિફ્ટિંગ અને તોડવા માટે બંને તબક્કાઓ વચ્ચે 3 મહિનાનો ગેપ રહેલો છે.
પ્રોજેક્ટનું વર્ગીકરણ
વર્ગીકરણ | સિગ્નિફિકન્ટ | લાર્જ | મેજર | મેગા |
મૂલ્ય ₹ Crમાં | 1,000 to 2,500 | 2,500 to 5,000 | 5,000 to 7,000 | >7,000 |