અમદાવાદ ,26 સેપ્ટેમ્બર 2024: એમ એન્ડ બી એન્જિનિયરિંગ લિમિટેડે બજાર નિયામક સેબી તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે.કંપની મુખ્ય બે ડિવિઝનમાં કામ કરે છેઃ ફિનિક્સ ડિવિઝન જે પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ અને જટિલ સ્ટ્રક્ચરલ સ્ટીલ કમ્પોનેન્ટ્સ માટે વ્યાપક સોલ્યુશન પૂરા પાડે છે અને પ્રોફ્લેક્સ ડિવિઝન જે આધુનિક સેલ્ફ-સપોર્ટેડ સ્ટીલ રૂફિંગ સોલ્યુશન્સમાં નિપુણતા ધરાવે છે. પ્રોજેક્ટ ડિઝાઇન અને એન્જિનિયરિંગથી માંડીને મેન્યુફેક્ચરિંગ અને ઇરેક્શન સુધીની ટર્નકી સર્વિસીઝ પૂરી પાડીને કંપની જનરલ એન્જિનિયરિંગ, ફૂડ અને બેવરેજીસ, વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ અને અન્ય સહિતના વિવિધ ઉદ્યોગોને સેવાઓ પૂરી પાડે છે.કંપની સૂચિત રૂ. 325 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર્સ દ્વારા રૂ. 328 કરોડના ઓફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સ સુધીની કુલ ઓફર સાઇઝ રૂ. 653 કરોડ સુધીની છે.

કંપની પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ્સ (PEB) અને સેલ્ફ-સપોર્ટેડ રૂફિંગ સોલ્યુશન્સમાં ભારતની અગ્રણી કંપનીઓ પૈકીની એક છે અને તે 31 ઓગસ્ટ, 2024 સુધીમાં પીઈબીમાં 1,03,800 એમટીપીએ અને સેલ્ફ-સપોર્ટેડ રૂફિંગ માટે વાર્ષિક 1.8 મિલિયન ચોરસ મીટરની પ્રભાવશાળી સ્થાપિત ક્ષમતા ધરાવે છે. નાણાંકીય વર્ષ 2024માં કંપનીએ ભારતમાં સેલ્ફ-સપોર્ટેડ સ્ટીલ રૂફિંગ સોલ્યુશન્સ માટે આવકમાં સૌથી મોટી કંપની તરીકે તેની સ્થિતિને મજબૂત કરી હતી અને મજબૂત 75 ટકા બજાર હિસ્સો મેળવ્યો હતો.આ ઉપરાંત કંપનીએ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. નાણાંકીય વર્ષ 2022 અને 2024 વચ્ચે કંપનીએ 38 ટકા અને 67.3 ટકાના સીએજીઆર પર અનુક્રમે સર્વોચ્ચ ઓપીબીડીઆઈડી અને ચોખ્ખા નફા પૈકીનો એક નોંધાવ્યો છે જે તેની ઓપરેશનલ ઉત્કૃષ્ટતા દર્શાવે છે. ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો આ પ્રમાણે ઉપયોગ કરવાની યોજના ધરાવે છેઃ (1) ઉત્પાદન એકમો ખાતે સંસાધનો અને મશીનરીની ખરીદી માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે (રૂ. 63 કરોડ), (2) કંપની દ્વારા મેળવાયેલા કેટલાક ઋણની સંપૂર્ણ અથવા આંશિકપણે પુનઃચૂકવણી અથવા પૂર્વ-ચૂકવણી માટે (રૂ. 60 કરોડ), (3) કંપનીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે (રૂ. 110 કરોડ) અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)