મજેન્ટા લાઇફકેરનો SME IPO 5 જૂને ખૂલશે, શેરદીઠ રૂ. 35ના ફિક્સ પ્રાઇઝ
Magenta Lifecare IPO: At a glance | |
IPO Opens on | June 5, 2024 |
IPO Closes on | June 7, 2024 |
Issue Price | Rs. 35/ Share |
Issue Size | 20 lakh share, Rs.7 crore |
Lot Size | 4000 Shares |
Listing on | BSE SME Platform |
અમદાવાદ, 5 જૂન: ગુજરાત સ્થિત મેટ્રેસીસ અને પિલો બ્રાન્ડ મેજેન્ટા લાઇફકેર લિમિટેડ તેના SME પબ્લિક ઇશ્યૂથી રૂ. 7 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને બીએસઈ SME પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ 5 જૂનથી સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 7 જૂને બંધ થશે.
IPOમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 20 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે શેરદીઠ રૂ. 35ની કિંમત નક્કી કરી છે (ઇક્વિટી શેર દીઠ રૂ. 25ના પ્રિમિયમ સહિત). અરજી દીઠ લઘુતમ લોટ સાઇઝ 4,000 શેર્સની છે જેનાથી અરજી દીઠ રોકાણ રૂ. 1.4 લાખનું થાય છે. IPO માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા રાખવામાં આવ્યો છે.
2015માં સ્થપાયેલી મેજેન્ટા લાઇફકેર લિમિટેડ મેટ્રેસીસ અને પિલોનું ઉત્પાદન કરે છે. કંપની ભારતમાં બ્રાન્ડ મેજેન્ટા હેઠળ ફોમ-આધારિત પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં મેમરી ફોમ, લેટેક્સ-બેઝ્ડ, બોન્ડેડ મેટ્રેસીસ, પોકેટેડ સ્પ્રિંગ્સ વગેરે તથા મેમરી ફોમ પિલો, મોલ્ડેડ મેમરી ફોમ પિલો, મોલ્ડેડ કોન્ટ્યોર ફોમ પિલો જેવા પિલોનો સમાવેશ થાય છે. કંપની ભારતના ગુજરાતમાં ઉત્પાદન એકમ ધરાવે છે. મેટ્રેસીસની ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા હાલ 60,000 નંગ અને 70,000 નંગ પિલોની છે.
ઇશ્યૂના મુખ્ય હેતુઓઃ | લીડ મેનેજર્સઃ | લિસ્ટિંગ |
કાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિતની વિસ્તરણ યોજનાઓ માટે. | ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે. | કંપનીના શેર્સ બીએસઇના એસએમઇ પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડ કરાવાશે |
ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિનાના ગાળા માટે કંપનીએ રૂ. 24 લાખનો ચોખ્ખો નફો અને રૂ. 6.30 કરોડની આવક નોંધાવી હતી. ડિસેમ્બર 2023ના રોજ કંપનીની નેટ વર્થ રૂ. 6.34 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 1.47 કરોડ, એસેટ બેઝ રૂ. 15.05 કરોડ નોંધાયા છે. કંપનીના શેર્સનું બીએસઈ SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કરવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)