અમદાવાદ, 9 જૂન: મેગ્નિફ્લેક્સ ઈન્ડિયા દ્વારા મેગ્નિકૂલ મેટ્રેસ રજૂ કરવામાં આવી છે જે એકધારી અને કાળઝાળ ઉનાળાની ગરમીને નાથવા ઉપરાંત આરામ અને ઉત્કૃષ્ટ ગુણવત્તાયુક્ત નિદ્રાની અનુકૂળતા આપે છે. મેટ્રેસ અસરકારક રીતે તાપમાન ઓછું કરે છે અને ત્વચા સાથે સંપર્ક પર તાજગીનો તુરંત અહેસાસ આપે છે. મેગ્નિકૂલ મેટ્રેસ OEKO-TEX® અને ACA પાસેથી સર્ટિફિકેશન ધરાવે છે અને ક્યુમેક્સ ટેસ્ટ દ્વારા પ્રમાણિત છે, જે વૈશ્વિક વિશ્વસનીય પદ્ધતિ ફેબ્રિક પૂરું પાડે છે તે ત્વરિત સંવેદનનું મૂલ્યાંકન કરે છે. મેટ્રેસમાં ઉપયોગ કરાતું જાપાનીઝ ફેબ્રિક હવાનું અભિસરણ મહત્તમ પ્રેરિત કરીને તાપમાનનું નિયમન કરે તે રીતે તૈયાર કરાયું છે, જેથી શરીર અને મેટ્રેસ વચ્ચે એકધારી રીતે સૂક્ષ્મ હવામાનની ખાતરી રહે છે.

ટ્રસ્ટઈન હોસ્પિટલ, બેન્ગલોરના મેડિકલ ડાયરેક્ટર એમબીબીએસ ડો. શંકર એસ બિરદરે જણાવ્યું હતું કે, અમુક મેટ્રેસીસ મુખ્ય શરીરનું તાપમાન વધારી શકે છે, જેનાથી અસ્વસ્થતા પેદા થઈ શકે અને નિદ્રામાં ખલેલ પહોંચી શકે. મેગ્નિકૂલ મેટ્રેસીસમાં ઉપયોગ કરવામાં આવેલા ફેબ્રિક્સ થર્મોસ્ટાટ્સ તરીકે કામ કરે છે, જે શરીરનું તાપમાન નિયમન કરવામાં મદદ કરે છે અને તાજગીનો તુરંત અહેસાસ આપે છે. મેગ્નિકૂલ મસાજિંગ સિસ્ટમ, સુપર સોફ્ટ ફાઈબર અને હાયપોએલર્જેનિક ફાઈબર પેડિંગથી ક્વિલ્ટેડ મેમોફોર્મ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે, જે ઉત્તમ આરામ આપે છે અને તમારા શરીરની જરૂરતને અપનાવે છે. ફેબ્રિક ફાઈબર્સમાં બારીકાઈથી વહેંચાયેલા સિલિકેટ મટીરિયલ્સના હજારો સૂક્ષ્મકણોને સમાવીને અસરકારક રીતે તાપમાન ઓછું કરે છે. મેટ્રેસમાં તાપમાન નિયમન કરતી વિશિષ્ટતાઓ છે, જે કોઈ પણ હવામાન અને મોસમની સ્થિતિમાં તેને અનુકૂળ બનાવે છે.

મેગ્નિફ્લેક્સ ઈન્ડિયા વિશેઃ મેગ્નિફ્લેક્સ (મેડ ઈન ઈટાલી) યુરોપની નં. 1 મેટ્રેસ બ્રાન્ડ છે, જે તેની કળાકારીગરી, ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ પ્રોડક્ટો અને ગ્રાહકોને તે ઓફર કરે મૂલ્ય માટે ઓળખાય છે. પ્રાટો, ઈટાલીમાં 60 વર્ષ પૂર્વે નાના વર્કશોપમાં શરૂ કરવામાં આવેલું મેગ્નિફ્લેક્સ લક્ઝરી મેટ્રેસ શ્રેણીમાં બજાર આગેવાન છે. મેગ્નિફ્લેક્સ વિવિધ પ્રકારની મેટ્રેસીસ, મેટ્રેસ ફ્રેમ્સ, તલિયા અને સ્લીપ એસેસરીઝ સહિત 100થી વધુ પ્રોડક્ટો ધરાવે છે. તેને કસ્ટમર સેલ્સ સર્વિસ સેટિસ્ફેકશન ઈન્ડેક્સપર 99.7 ટકા ગુણ મળ્યા છે. મેગ્નિફ્લેક્સ લગભગ 100 દેશમાં ઉપલબ્ધ છે અને તેણે ભારતીય બજાર માટે પોલીફ્લેક્સ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે.  પોલીફ્લેક્સ જનરલ મોટર્સ માટે ડ્યુઅલ હાર્ડનેસ સૂટ્સ અને ભારતીય રેલવે માટે ફાયરરિટાર્ડન્ટ સીટ્સ બનાવનારી પ્રથમ ભારતીય કંપની છે. 2010માં મેગ્નિફ્લેક્સે ભારતમાં અનોખી ટેકનોલોજીની દ્રષ્ટિએ પ્રમાણિત મેટ્રેસીસ લોન્ચ કરવા માટે ભારતીય સમૂહ પોલીફ્લેક્સ સાથે ભાગીદારી કરી હતી. 2011માં પોલીફ્લેક્સે ભારતીય બજાર માટે એફએમસીજી બ્રાન્ડ નામ ગોન મેડ સ્થાપિત કર્યું હતું. ઈન્ડોનેશિયાનું અવ્વલ એફએમસીજી નામમાંથી એક ગરૂડા ફૂડ સાથે સંયુક્ત સાહસ ભાગીદારી છે.