અમદાવાદ, 30 જાન્યુઆરી: લક્ઝરી મેટ્રેસ બ્રાન્ડ મેગ્નિફ્લેક્સ ઈન્ડિયા (મેડ ઈન ઈટાલી) દ્વારા ગુજરાતમાં તેના અત્યાધુનિક એર્ગો ટ્રે ઈલેક્ટ્રિક બેડ રજૂ કર્યા છે. મેગ્નિફ્લેક્સના એર્ગો ટ્રે ઈલેક્ટ્રિક બેડનું લક્ષ્ય પીઠદર્દ, ઘોરવું, એસિડ રિફ્લક્સ અને સ્લીપ એપ્નિયા જેવી સમસ્યાઓ દૂર કરવાનું છે. આ બેડ રિમોટથી આસાનીથી નિયંત્રિત કરી શકાય છે, જેમાં એર્ગોનોમિક પ્લેટ્સ પર્સનલાઈઝ્ડ બોડી સપોર્ટ પૂરો પાડે છે. 63 વર્ષનો વારસો અને ઈટાલિયન કળાકારીગરીમાં ઊંડાણમાં ખૂંપેલાં મૂશળિયાં સાથે મેગ્નિફ્લેક્સ ગુજરાતમાં સક્રિય રીતે તેનું ફ્રેન્ચાઈઝ નેટવર્ક વિસ્તારી રહી હોઈ અમદાવાદમાં હાલમાં તેની હાજરી પ્રસ્થાપિત કરી છે.

મેગ્નિફ્લેક્સ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ નિચાનીએ જણાવ્યું હતું કે, એર્ગો ટ્રે બેડ બારીકાઈથી તૈયાર કરાયા છે, જેમાં સિલ્વર બીચવૂડમાંથી ઘડવામાં આવેલું મજબૂત સમાયોજક મૂળ છે અને એર્ગોનોમિકલી આકારબદ્ધ પ્લેટ્સ સાથે તે બહેતર બને છે. આ બેડ સ્લીપ એપ્નિયા, વેરિકોઝ વેઈન્સ, સૂજેલા પગ અને અન્ય જેવી વિવિધ સ્વાસ્થ્યની ચિંતાઓ માટે ગ્રાહકલક્ષી સમાધાન પ્રદાન કરે છે. વર્તમાન આર્થિક વર્ષમાં ગુજરાતમાં આકર્ષક 38 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. અમારું લક્ષ્ય 2024માં વૃદ્ધિ દર બેગણો કરીને પૂરતો બજાર હિસ્સો સંરક્ષિત રહ્યું છે, જેમાં હાલ અમદાવાદમાં એક ફ્રેન્ચાઈઝી છે, સુરત અને રાજકોટમાં પ્રત્યેકી ત્રણ ડીલર છે અને વડોદરા તથા જામનગરમાં પ્રત્યેકી એક ડીલર છે.

મેગ્નિફ્લેક્સે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવાં મુખ્ય શહેરોમાં તેની હાજરી વધારી છે. કંપનીનું લક્ષ્ય 2024ની વૃદ્ધિ ભાવનગર, મોરબી અને આણંદ સહિતનાં સ્થળો ખાતે મજબૂત હાજરી સ્થાપિત કરવા માટે ઉત્તમ વ્યાખ્યા કરેલી સમયરેખા સાથે વધુ વિસ્તરણ કરીને આ સ્થળોમાં મજબૂત હાજરી સ્થાપિત કરવાનું છે.

મેગ્નિફ્લેક્સ ઈન્ડિયાએ મેગ્નિપ્લેક્સ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એમઆઈપી) રજૂ કર્યો છે, જે તેની બધી પ્રોડક્ટોમાં માસિક રૂ. 3535 જેટલી ઓછી રકમ સાથે શરૂઆત કરતી ઈએમઆઈ યોજનાઓ ઓફર કરે છે. રાષ્ટ્રવ્યાપી મેગ્નિફ્લેક્સ છ ફ્રેન્ચાઈઝી થકી કામગીરી કરે છે, જે આશરે 89 ડીલરોના નેટવર્કના ટેકા સાથે બેન્ગલુરુ, અમદાવાદ અને ગુરુગ્રામમાં વ્યૂહાત્મક રીતે સ્થિત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)