ફેસ્ટિવલનું ઉદ્ધાટન માનનીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ જીવીએફએલ (GVFL) આગામી વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં તમામ સ્ટેકહોલ્ડર્સને એકમંચ પર એકઠા કરી અર્લી-સ્ટેજ ઈન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે એક્સેલેરેટ ફોર એક્સેલન્સ (a4X) પ્લેટફોર્મ પ્રદર્શિત કરશે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર વિસ્તારના યુવાનોને નેટવર્ક, શીખવા અને વિકાસ કરવાની અમૂલ્ય તક આપી સશક્ત બનાવવાની પહેલનો ભાગ છે. આ ફેસ્ટિવલનું ઉદ્ધાટન માનનીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા લર્નિંગ અને ઈન્સ્પાયરિંગ સેશન (શીખવા અને પ્રેરણાદાયક સત્રો), સ્ટાર્ટઅપ એક્સ્પો, સ્ટાર્ટઅપ પિચિંગ એન્ડ લાઈવ ફંડિંગ, સ્ટાર્ટઅપ માર્ગદર્શન સહિતના સેશન્સ યોજાશે. જે સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોર્સને ઉદ્યોગના દિગ્ગજો અને નિષ્ણાતો પાસેથી મહત્વની માહિતીઓ મેળવી તેમના ઉદ્યોગ સાહસિકતાના જ્ઞાનમાં વધારો કરશે. અહીં વિવિધ સ્ટાર્ટઅપ્સ પોતાની અત્યાધુનિક પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદર્શિત કરી શકશે. આ ફેસ્ટિવલ સ્ટાર્ટઅપને રોકાણકારો સમક્ષ પોતાના વિચારો અને ઈનોવેશન રજૂ કરવાની તક પૂરી પાડતાં ફંડિંગ માટે સહાયરૂપ બનશે. સહભાગીઓ પોતાના સ્ટાર્ટઅપના વિકાસ અને ગ્રોથ માટે મેન્ટર (માર્ગદર્શકો) પાસેથી સલાહ અને માગદર્શન પણ મેળવી શકશે.

GVFLએ ગતવર્ષે યોગ્ય રોકાણકારો, માર્ગદર્શકો અને સમુદાયોના સભ્યો સાથે મળીને સ્ટાર્ટઅપના ગ્રોથને વેગ આપવા એક્સેલેરેટ ફોર એક્સેલન્સ (a4X) પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. વધુમાં એક રોકાણકાર તરીકે GVFL a4X પ્લેટફોર્મને સક્ષમ બનાવવા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.

GVFLના મેનેજિંગ ડિરેક્ટર તથા 3 ફેબ્રુઆરીએ શરૂ થનારા આ ફેસ્ટિવલમાં નિષ્ણાત વક્તા તરીકે ભાગ લેનાર કમલ બંસલે જણાવ્યું હતું કે, “અમે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં a4Xના ભવિષ્ય વિશે વાત કરવા આતુર છીએ. a4X રોકાણ પ્લેટફોર્મ કરતાં પણ આગળ છે. તે એક વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ છે જે પ્રારંભિક તબક્કાના રોકાણ ઇકોસિસ્ટમને વેગ આપી રહી છે. અમે પ્લેટફોર્મ પર સંસ્થાકીય અને વ્યક્તિગત રોકાણકારોને સામેલ કર્યા છે, અને તેને ખૂબ જ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં અમારી સહભાગિતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના ગ્રોથ માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”