અમદાવાદ: મેગ્નીફ્લેક્સ ઇન્ડિયા (મેઇડ ઇન ઇટાલી), યુરોપની નં. 1 મેટ્રેસિસ બ્રાન્ડે અમદાવાદમાં સૌપ્રથમ એક્સક્લુસિવ આઉટલેટનો પ્રારંભ કર્યો છે. કંપની ભારતમાં ઇટાલીયન મેટ્રેસિસ અને સ્લિપ એસેસરીઝમાં શ્રેષ્ઠતા ધરાવે છે. સ્ટોર 7 પ્રીમિયમ ગાદલા અને એર્ગો બેડ પ્રદર્શિત કરે છે. મેગ્નીફ્લેક્સ ઇન્ડિયાના એમડી આનંદ નિચાણીએ જણાવ્યું હતુ કે અમે વર્તમાન નાણાકીય વર્ષ (2022-23) દરમિયાન અમારા ફ્રેન્ચાઈઝી નેટવર્કને રાજકોટ અને સુરતમાં વિસ્તારવાનું આયોજન કરી રહ્યા છીએ. અમદાવાદ ખાતેનું વિશિષ્ટ આઉટલેટ અનન્ય ગુણો સાથે, મેગ્નિફ્લેક્સની તેજસ્વી ડિઝાઇનવાળી મેટ્રેસની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરે છે. સ્ટોરમાં આર્મોનિયા, મેગ્નિસ્ટ્રેચ, મેગ્નિગેલ, મસાજિયો લાઇટ, રિકોર્ડો, વિટાલે ડોલ્સે, ઇકો પેડિક અને એર્ગો બેડ નામના પ્રીમિયમ ગાદલાઓની શ્રેણી પ્રદર્શિત થાય છે. આ આઉટલેટ લગભગ 1,100 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જે ગ્રાહકોને વિશાળ અને આરામદાયક વાતાવરણમાં તમામ ગાદલા શોધવા માટે જગ્યા પ્રદાન કરે છે.

આર્મોનિયા મેમોફોર્મ ડ્યુઅલ નાસા દ્વારા પ્રમાણિક પ્રોડક્ટ

આ સ્ટોર તેમના નવા કલેક્શન આર્મોનિયા મેમોફોર્મ ડ્યુઅલને પણ પ્રદર્શિત કરે છે,  જે NASA દ્વારા પ્રમાણિત ખાસ ડિઝાઈન કરેલા ફેબ્રિકમાંથી બનાવેલ છે. આ ફેબ્રિકનો ઉપયોગ અવકાશયાત્રીઓ દ્વારા પહેરવામાં આવતા સ્પેસ સૂટ બનાવવા માટે થાય છે. તેમાં ખાસ મીણના બનેલા ગોળા હોય છે જે શરીરના તાપમાનમાં ફેરફારને સમાયોજિત કરે છે, એટલે કે, તે વધારાની ગરમીને શોષી લે છે અને જ્યારે શરીરની જરૂરિયાત મુજબ તેને છોડે છે.

ભારતના પશ્ચિમિ બજારોમાં હાજરી વિસ્તારશે હાલમાં, મેગ્નિફ્લેક્સ ઈન્ડિયા બેંગલુરુ, મુંબઈ, દિલ્હી, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ, રાજકોટ, કોઈમ્બતુર, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ભીમાવરમ, જયપુર, નાસિક, કોલ્હાપુર, મેંગલોર અને રાયપુરમાં 69થી વધુ સ્ટોર્સ ધરાવે છે. તે નાણાકીય વર્ષ 2022-23ના અંત સુધીમાં ભારતના પશ્ચિમી બજારોમાં તેની હાજરીને વધુ વિસ્તારવાનું લક્ષ્ય રાખે છે.