મહિન્દ્રાની ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N લોન્ચ, કિંમત ₹11.99 લાખથી શરૂ
- ભવિષ્યલક્ષી ટેકનોલોજી: ખુશ રહેવા, જોડાવા, મદદ કરવા અને મનોરંજન મેળવવા સહજ એડ્રીનોએક્સ ઇન્ટેલિજન્સ
- એડ્રીનોએક્સ 70+ એપ્સનો સમન્વય ધરાવે છે, જેમાં એલેક્સા, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સામેલ છે
- એલેક્સા વોઇસ કમાન્ડ સાથે વ્હોટ3વર્ડ્સ ઇન્ટિગ્રેશન ઓફર કરનાર દુનિયાની પ્રથમ એસયુવી
- શ્રેષ્ઠ 3D સંપૂર્ણ સોની સાઉન્ડ સિસ્ટમ
- સોફિસ્ટિકેટેડ સવારી અને સંચાલન: અધિકૃત એસયુવીની ખાતરી
- સેગમેન્ટમાં પ્રથમ FDD (ફ્રીક્વન્સી ડિપેન્ડન્ટ ડેમ્પિંગ) અને MTV CL (મલ્ટિ-ટ્યુન્ડ વાલ્વ સેન્ટ્રલ લેન્ડ) સાથે સવારીની ઉત્કૃષ્ટ સુવિધા
- ચપળ અને ઝડપથી પ્રતિભાવ આપતી સ્ટીઅરિંગ સિસ્ટમ
- તમામ 4 ડિસ્ક બ્રેક્સ
- તમામ વિસ્તારોમાં ફરવા ફર્સ્ટ-ઇન-ક્લાસ ઇન્ટેલિજન્ટ ટેરેન મેનેજમેન્ટ ટેકનોલોજી 4XPLOR
- બંને પેટ્રોલ અને ડિઝલ એન્જિનો, મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં મજબૂત ડ્રાઇવટ્રેન વિકલ્પો
- 149.14 kW (200 PS) પાવર અને 380 Nm ટોર્ક સાથે TGDi mસ્ટોલિયન પેટ્રોલ એન્જિન
- 128.6 kW (175 PS) પાવર અને 400 Nm ટોર્ક સાથે mહૉક ડિઝલ એન્જિન
- બંને એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો ધરાવે છે, 4X4 વિકલ્પ ધરાવે છે
- ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N સેગમેન્ટમાં કાર્બન ડાયોકસાઇડ (CO2)નું સૌથી ઓછું ઉત્સર્જન કરે છે
- 5 વેરિઅન્ટ અને 7 રોમાંચક કલરમાં ઉપલબ્ધ, ઓલ-ન્યૂ સ્કોર્પિયન- Nની એક્સ-શોરૂમ પ્રારંભિક કિંમત ₹ 11.99 લાખ છે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડએ એસયુવી – ‘ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N’ની પ્રસ્તુત કરી છે. જેની પ્રારંભિક કિંમત ₹ 11.99 લાખ છે. સ્કોર્પિયો બ્રાન્ડના ‘ગેમ-ચેન્જર’ વારસાને આગળ વધારવા સજ્જ ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N જેને #BigDaddyOfSUVs ગણવામાં આવશે. ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N સંપૂર્ણપણે નવી એસયુવી છે, જે હાલની સ્કોર્પિયોના કોઈ ઘટકો ધરાવતી નથી. ઓલ-ન્યૂ સ્કોર્પિયો-Nનું ડેવલપમેન્ટ અને એન્જિનીયરિંગ રૂ. 1,600 કરોડના રોકાણનું પરિણામ છે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અતિ ઓટોમેટિક ઉત્પાદન લાઇનની સ્થાપના સામેલ છે. આ અંગે એમએન્ડએમ લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝનના પ્રેસિડન્ટ વીજય નાકરાએ કહ્યું હતું કે, “ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N એક આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ છે, જેને ભારતની સાથે દક્ષિણ આફ્રિકા અને નેપાળમાં પ્રસ્તુત કરવામાં આવી છે તથા નજીકના ભવિષ્યમાં અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રસ્તુત કરવામાં આવશે.” ઓટોમોટિવ ટેકનોલોજી અને પ્રોડક્ટ ડેવલપમેન્ટના પ્રેસિડન્ટ આર વેલુસામીએ કહ્યું હતું કે, “ઓલ-ન્યૂ સ્કોર્પિયો-Nનું થર્ડ-જનરેશન બોડી-ઓન-ફ્રેમ પ્લેટફોર્મ દરેક સવારીને સલામત, સુવિધાજનક અને રોમાંચક બનાવવા એન્જિનીયર થયેલું છે, તો સાથે સાથે અધિકૃત એસયુવીની ખાસિયતો પ્રદાન કરે છે. એડ્રેનોક્સ ઇન્ટેલિજન્સ સાથે સમન્વય ધરાવતી ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N ડ્રાઇવ કરવા અને ખરીદવા એક સ્વાભાવિક, સહજ, પ્રેરક અને આનંદદાયક એસયુવી છે.”
ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N ટેસ્ટ ડ્રાઇવ માટે 30 શહેરોમાં 5 જુલાઈ, 2020 અને દેશના બાકીના શહેરોમાં 15 જુલાઈ, 2022થી ઉપલબ્ધ થશે, જેની વિગતો https://auto.mahindra.com/suv/scorpio-N વેબસાઇટ પર જોઈ શકાશે. ઓલ-ન્યૂ સ્કોર્પિયો-N માટે બુકિંગ્સ ઓનલાઇન અને સાથે સાથે મહિન્દ્રાની ડિલરશિપ પર 30 જુલાઈ, 2022ના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થશે. સ્કોર્પિયો-N માટે ‘એડ ટૂ કાર્ટ’ ફીચર 5 જુલાઈ, 2022થી ઓનલાઇન અને ડિલરશિપ પર ઉપલબ્ધ થશે. કંપનીએ ભારતની સાથે દક્ષિણ આફ્રિકા અને નેપાળમાં સ્કોર્પિયો-Nને પ્રસ્તુત કરી છે. ઉપરાંત મહિન્દ્રા ઓલ-ન્યૂ સ્કોર્પિયો-Nને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પ્રસ્તુત કરવા કટિબદ્ધ છે.
વેરિઅન્ટ મુજબ કિંમત *
વેરિઅન્ટ | ગેસોલિન MT | ડિઝલ MT |
Z2 | ₹ 11.99 લાખ | ₹ 12.49 લાખ |
Z4 | ₹ 13.49 લાખ | ₹ 13.99 લાખ |
Z6 | – | ₹ 14.99 લાખ |
Z8 | ₹ 16.99 લાખ | ₹ 17.49 લાખ |
Z8L | ₹ 18.99 લાખ | ₹ 19.49 લાખ |
*AT અને 4X4 કિંમતો 21 જુલાઈ, 2022ના રોજ જાહેર થશે.
*પ્રારંભિક કિંમતો પ્રથમ 25,000 બુકિંગ પર લાગુ છે