મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે ‘મલ્ટી એસેટ એલોકેશન ફંડ’ લોંચ કર્યું
મુંબઇ, 19 ફેબ્રુઆરી: મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે વૈવિધ્યસભર એસેટ ક્લાસ (ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ/સિલ્વર ઇટીએફના યુનિટ્સ અને બીજા ગોલ્ડ/સિલ્વર સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ (એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સહિત)માં રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારો માટે ન્યુ ફંડ ઓફર – ‘મહિન્દ્રા મેન્યુલાઇફ મલ્ટી એસેટ એલોકેશન ફંડ’ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમનો એનએફઓ 20 ફેબ્રુઆરીથી 05 માર્ચ, 2024 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આ સ્કીમ 15 માર્ચ, 2024થી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખૂલશે.
આ સ્કીમનો ઉદ્દેશ્ય ચોક્કસ એસેટ ક્લાસમાં રોકાણોને વહેંચીને જોખમ અને વળતરને સંતુલિત કરવાનો છે તથા રોકાણકારોને ઇન્ડેક્સેશનના લાભ સાથે એલટીસીજી* કરવેરા ઓફર કરવાનો છે. એસેટ એલોકેશન પેટર્નમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રીમેન્ટ્સ (35-80 ટકા), ડેટ અને મની માર્કેટ સિક્યુરિટીઝ (10-55 ટકા), ગોલ્ડ અને સિલ્વર ઇટીએફના યુનિટ તથા બીજા ગોલ્ડ અને સિલ્વર સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ (10-30 ટકા) અને આરઇઆઇટી અને InvITs દ્વારા ઇશ્યૂ કરાયેલા યુનિટ્સ (0-10 ટકા) સાથે એસેટ ક્લાસિસનું સંતુલિત કોમ્બિનેશન સામેલ છે, જે વોલેટાલિટી ઘટાડવામાં મદદરૂપ બને છે.
આ સ્કીમ વિવિધ એસેટ ક્લાસને પસંદ કરવાની સાથે બહુવિધ વ્યૂહરચના અપનાવે છે. આ સ્કીમ ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સને પંસદ કરવામાં ટોપ—ડાઉન અને બોટમ-અપ કાર્યપદ્ધતિને અનુસરશે, જ્યારેકે ડેટમાં રોકાણમાં ડેટ ઇન્વેસ્ટમેન્ટ ફિલસૂફીને અનુસરવામાં આવશે. મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડનું આંતરિક રોકાણ માળખું માહિતીસભર અને ઇન્સ્ટ્રુમેન્ટ પસંદગના નિર્ણયો દ્વારા જોખમને મેનેજ કરીને મહત્તમ રોકાણનો પ્રયાસ કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)